Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સાબરકાંઠાના તલોદમાં બે અલગ-અલગ બનાવમાં અકસ્માતે બે વ્યક્તિના મોતથી અરેરાટી

સાબરકાંઠા: જિલ્લાના તલોદ તાલુકામાં બનેલા બે અલગ અલગ બનાવોમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં ૧૮ વર્ષની યુવતીનું ઝેરી દવા ગટગટાવી જતા સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જ્યારે એક મહિલા આજે વાહન અકસ્માતમાં મોતને ભેટી છે.
તલોદ તાલુકાના પનાપુર ગામના નવલસિંહ પુંજસિંહ ઝાલાની દિકરી લીલાબાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતા સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજ્યું હતું.
તલોદ-મોડાસા રોડ ઉપરના રોઝડના માર્ગ ઉપર બાઈકને ટ્રકે ટક્કર મારતા અકસ્માતમાં બાઈક ઉપર મુસાફરી કરી રહેલા તેજલબહેન નાનજીભાઈ ડાભી (રહે. બુટાલ, .. ૧૭)ને ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. માહિતી અનુસાર તેજલ ડાભી વર્ષના બાળક વિશાલ મિતેષકુમાર ડાભીને લઈને પરિવારના સદસ્ય સાથે બાઈક ઉપર મુસાફરી કરતી હતી ત્યારે અકસ્માત રોઝડ પંથકમાં ટ્રકની ટક્કરથી બાઈક સવારો બાઈક સાથે રોડ ઉપર પટકાતા ઈજાના કારણે તેજલ ડાભી મોતને ભેટી હતી. જ્યારે મુસાફરી કરી રહેલા વર્ષના વિશાલ ડાભીને ઈજાઓ પહોંચતા ૧૦૮ ખાસ તત્કાળ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(6:17 pm IST)