Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કપડવંજના કેસરપુરામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

કપડવંજ:તાલુકાના કેસરપુરાના યુવાને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાના બનાવ અંગે આંતરસુબા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના કેસરપુરામાં રહેતો અશ્વિન રઈજીભાઈ પરમાર ગત તા. ૧૦--૧૮ની રાત્રે ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ આધારે આંતરસુબા પોલીસે અશ્વિનભાઈ રઈજીભાઈ પરમાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી અશ્વિનભાઈ પરમારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા બાદ બિલોદરા જેલમાં મોકલી આપ્યો હતો.

સુરતના મહિધરપુરામાં હીરા દલાલ પાસેથી 48.19 લાખના હીરા લઇ ત્રણ વેપારીએ પેમેન્ટ કરતા ચકચાર

સુરત:મહિધરપુરા પીપળા શેરી ખાતે ઓફિસ ધરાવતા હીરા દલાલ પાસેથી રૃ. ૪૮.૧૯ લાખના તૈયાર હીરા લઈ જઈ ત્રણ વેપારીએ પેમેન્ટ કર્યુ હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા ઉતરાણ પાવર હાઉસની સામે વ્હાઈટ હાઉસ એપાર્ટમેન્ટ ડી/૪૦૧ માં રહેતા હીરા દલાલ રાઘવભાઈ સવજીભાઈ ઈટાલીયાની ઓફિસ મહિધરપુરા પીપળા શેરી શુભમ બિલ્ડીંગ ખાતે આવેલી છે.

ગત મીના રોજ ત્રણ હીરા વેપારી દિપકભાઈ વજુભાઈ બોદરા (રહે. ૩૦૨, ગઢપુર ટાઉનશીપ, પાસોદરા, સુરત), ભરતભાઈ જગુભાઈ ગીડા (રહે. દાનેવકૃપા, ગણેશવાડી, શેરી નં., ગેસ ગોડાઉન પાછળ, સાવરકુંડલા, અમરેલી) અનેરાજુભાઈ પુનાભાઈ ભાદાણી (રહે. ૮૦૪/બી, પાલી હિલ એપાર્ટમેન્ટ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત) રૃ. ૪૮,૧૮,૭૩૨ ની કિંમતના ૨૧૮-૦૮ કેરેટના તૈયાર હીરાના પેકેટ લઈ ગયા હતા.

ત્રણેય વેપારીએ હીરા વેચાણનું પેમેન્ટ નહીં કરતા અંગે રાઘવભાઈએ ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ એચ.એમ.ગોહિલ કરી રહ્યાં છે.

(6:16 pm IST)
  • સપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકોઃ રાજયસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા : ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપીઃ જયા બચ્ચનને રાજયસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર access_time 12:55 pm IST

  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST