Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અનારા તેમજ છાપરા પાટિયા નજીક સર્જાયેલ અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત

કઠલાલ:તાલુકાના અનારા સૂરજપુરા સીમમાં તેમજ મહેમદાવાદના છાપરા પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે જણાંને ઈજા થઈ હતી.
પોલીસ સુત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના સાયલામાં રહેતા પ્રતાપભાઈ શનાભાઈ સોઢા ગત તા --૧૮ ના રોજ કઠલાલ તાલુકાના અનારા સૂરજપુરા સીમમાંથી ચાલતા જતા હતા. ત્યારે ટ્રેક્ટર નં જીજે ૦૭ બીએન ૭૮૧૬એ ઓવરટેક કરી પ્રતાપભાઈ સોઢાને પાછળથી ટ્રોલી અથડાવી પાડી દીધા હતા. જેથી ટ્રેક્ટરના ટ્રોલી જમણાં પગ પર ફરી વળતાં પગ ભાગી ગયો હતો. જ્યારે છાતીના ભાગે કચ્ચર ઈજા થઈ હતી. બનાવ અંગે પ્રતાપભાઈ શનાભાઈ સોઢાએ કઠલાલ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના છાપરા પાટીયા નજીકથી ખોડાભાઈ ડાભી ગત તા --૧૮ની રાત્રે મોટરસાયકલ નં જીજે ૦૬ જેઆર ૬૬૧૩ પાછળથી ટક્કર મારી પાડી દીધા હતા. જેથી ખોડાભાઈ ડાભીને ઈજા થઈ હતી. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:15 pm IST)