Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કાલુપુરમાં ધુમસ્ટાઈલે જઈ રહેલ મામા-ભાણેજની બાઈક ડિવાઈડર સાથે અથડાતા મામાનું સારવાર દરમિયાન મોત

અમદાવાદ: ઝડપની મજા મોતની સજા સાબિત થઇ છે કાલુપુરમાં રહેતા મામા ભાણેજ સાથે.ગઇ કાલે વહેલી પરોઢે ચાર વાગ્યાની આસપાસ કાલુપુર રેલેવે સ્ટેશનથી રિલીફ રોડના સુમસામ રોડ પર ધુમસ્ટાઇલથી પુરઝડપે બાઇક ચલાવીને આવી રહેલા મામા-ભાણેજ ડિવાઇડર સાથે અથડાયા બાદ ઇલેક્ટ્રિક ડીપીમાં ધૂસી ગયા હતા જ્યાં મામાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દોશીવાડાની પોળમાં રહેતો સલમાન ઇસ્માઇલભાઇ અરબ તેના ભાણેજ સફિન સાથે કાલુપુર રેલવે સ્ટેશનથી રિલીફ રોડ તરફ બાઇક લઇને પુરઝડપે આવી રહ્યો હતો તે સમયે સ્વામિનારાણય સર્કલ પર આવેલા ટર્નિંગના કારણે સલમાનનું બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું.

બાઇક અથડાતાંની સાથે બન્ને જણા ઇલેક્ટ્રિક ડીપીમાં ધૂસી ગયા હતા જ્યારે બાઇક રોડ પર ધસડાયું હતું. ઘટનામાં બન્ને જણાને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન સલમાનનું મોત થયું હતું.

(6:14 pm IST)
  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST

  • સીરિયામાં સતત હવાઈ હુમલા અંગ અમેરીકાએ બોલાવી તાકિદની બેઠક : અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે, સતત હવાઈ હુમલાના અહેવાલો સાચા સાબીત થશે તો સીરિયા દ્વારા યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે બધા પક્ષોને આગ્રહ કર્યો છે કે તે કોઈ એવી કાર્યવાહિ ન કરે, જેનાથી યુદ્ધ વિરામની સ્થિતી જોખમાય, આ સ્થિતીની સમીક્ષા કરવા અને યુદ્ધ વિરામની સ્થિતી જળવાઈ રહે તે માટે અમે (અમેરીકાએ) જોર્ડનમાં એક તાકિદની બેઠક બોલાવી છે access_time 12:53 pm IST

  • સપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકોઃ રાજયસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા : ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપીઃ જયા બચ્ચનને રાજયસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર access_time 12:55 pm IST