Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રૂપાલાના ફોર્મમાં સરનામા પ્રશ્ને કોંગીનો વાંધોઃ ચકાસણીમાં ખેંચતાણ

સવારથી રાજ્યસભાના ફોર્મની ચકાસણી ચાલુ

રાજકોટ, તા. ૧૩ :. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આજે ચકાસણી વખતે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યાનું જાણવા મળે છે. શ્રી રૂપાલાએ અગાઉ દર્શાવેલા સરનામામાં અને હાલના સરનામામાં ફેર હોવાની કોંગ્રેસની દલીલ છે. કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી અધિકારી સમક્ષ ધારદાર દલીલ કરી છે. બીજી તરફ ભાજપે વળતા પ્રહારરૂપે કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો ઉઠાવવાની તૈયારી કર્યાનું જાણવા મળે છે. બન્ને પક્ષે દલીલો ચાલી રહી છે.

દરમિયાન ગાંધીનગરના અમારા પ્રતિનિધિ અશ્વિન વ્યાસનો અહેવાલ જણાવે છે કે, રાજયસભાના ભાજપના ઉમેદવારો પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા તથા કોંગ્રેસના નારણભાઇ રાઠવા અને અમીબેન યાજ્ઞિક તથા ભાજપના ત્રીજા ઉમેદવાર કિરીટસિંહ રાણા અને અપક્ષ પી. કે. વાલેરાના ફોર્મ આજે ચકાસણી બાદ માન્ય થઇ ગયાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. સત્તાવાર વર્તુળો ચકાસણી પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવે છે. ફોર્મ ચકાસણી પછીનું વિધિવત ચિત્ર બપોર પછી સ્પષ્ટ થશે.

(4:29 pm IST)