Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

એશિયન ગ્રેનિટી ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સૌથી મોટા ટાઈલ્સનો શો રૂમનો પ્રારંભ

અમદાવાદઃ અમદાવાદમાં પોતાનાં સૌથી મોટા ટાઈલ્સ શોરૂમને લોંચ કરવાની સાથે દેશની સૌથી મોટી ટાઈલ્સ કંપનીઓ પૈકી એક એશિયન ગ્રેનિટી ઈન્ડિયા લિમિટેડએ હવે તેની રિટેલ હાજરી વધારવા આકમકપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપની સિરામિક ફલોર, ડિજિટલ વોલ, વિટ્રિફાઈડ, પાર્કિંગ, પોસેલિન ગ્લેઝ વિટ્રિફાઈડ, આઉટડોર, કુદરતી માર્બલ કમ્પોઝાઈટ અને કવાર્ટઝ સહિત વિવિધ ઉત્પાદનોની વિસ્તૃત રેન્જ ઓફર કરે છે.કંપનીના આગામી ત્રણ વર્ષમાં સમગ્ર ભારતમાં ૮૦૦ ડિલર્સસબ ડિલર્સ અને ૩૦૦ શોરૂમ ખોલવાની યોજના વધારેનાં નેટવર્ક અને ૫૦૦થી વધારે શોરૂમની થઈ જશે. અમદાવાદનાં સૌથી મોટાં અને ૫૦૦થી વધારે શોરૂમની થઈ જશે. અમદાવાદનાં સૌથી મોટા ટાઈલ્સનાં શોરૂમ પૈકીનાં એક અને ૧૮૦૦૦ ચોરસ ફુટમાં ફેલાયેલા 'એજીએલ લકઝરી ટાઇલ આર્કેડ' આર્કિટેકસ, ડિઝાઈનર્સ અને એવા તમામ લોકો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. એશિયન ગ્રેનિટી ઈન્ડિયા લિમીટેડનાં ચેરમેન કમલેશ પટેલ તથા મેનેજિંગ ડિરેકટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે, 'શો રૂમ કંપનીના ગ્રાહકો સાથે સીધું જોડાણ કરવા રિટેલ વેચાણ વધારવાની વ્યૂહરચનાનો ભાગ છે. કંપનીનો ઉદ્દેશ આગામી બે વર્ષમાં રિટેલ વેચાણનો હિસ્સો હાલના ૩૫ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનો છે.

(3:36 pm IST)