Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સાણંદમાં મેકિસસ ટાયર્સના ઉત્પાદનનો પ્લાન્ટ શરૃઃ ૨,૬૪૦ કરોડનું રોકાણ

કુલ ૧૦૬ એકર, દરરોજ ૨૦ હજાર ટાયર અને ૪૦ હજાર ટયુબના ઉત્પાદનની ક્ષમતાઃ ટાયર બજારમાં ૧૫ ટકા હિસ્સો

અમદાવાદઃ દુનિયામાં ટૂ-વ્હીલર સૌથી મોટા ઉત્પાદક મેડિસસ ગ્રુપની પેટા કંપની મેકિસસ રબ્બર ઈન્ડિયાએ સાણંદમાં તેનાં પ્રથમ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મેકિસસ ગ્રુપના ચેરમેન શ્રી ત્સાઈ જેન લો, મેકિસસ ઈન્ડિયાના પ્રેસિડન્ટ શ્રી ચેંગ- યાવ લિયાઓ અને મેકિસસ ઈન્ડિયાના પ્રવકતા શ્રી જિયો શિખાયો લિઓયુની ઉપસ્પિતિમાં કર્યું હતું. આ પ્લાન્ટમાં ૪૦૦ મિલિયન ડોલર (રૂ.૨૬૪૦ કરોડ)નું રોકાણ થયું છે અને પ્લાન્ટ ૧૦૬ ઓકરમાં ફેલાર્યેલો છે.

આ સુવિધા દરરોજ આશરે ૨૦,૦૦૦ ટાયર અને ૪૦,૦૦૦ ટયુબનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સાઈઝ અને ક્ષમતા સાથે કંપનીએ ૫ વર્ષમાં ભારતનાં ટાયર બજારનો ઓછામાં ઓછો ૧૫ટકા હિસ્સો ઝડપવાનો નિધારીત કર્યો છે. મેકિસસ અત્યારે ભારતમાં હોન્ડા (ટૂ- વ્હીલર્સ), મારૂતિ સુઝુકી, મહિન્દ્રા, ટાટા અને જીપનાં એઈએમ સપ્લાયર તરીકે કામ કરે છે. સ્થાનિક ટાયર બજારને ઉત્પાદન પ્રદાન કરવા ઉપરાંત આ સુવિધામાં નિર્મિત ઉત્પાદનોની દક્ષિણ એશિયામાં નિકાસ થશે તથા આગામી વર્ષોમાં આફ્રિકા અને મધ્યપૂર્વનાં દેશોમાં પણ નિકાસ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે મેકિસસ ઈન્ડિયાના પ્રેસિડન્ટ શ્રી ચેંગ- યાઓ લિયાઓએ કહ્યું હતું કે મેકિસસ ગ્લોબલ વર્ષ ૨૦૨૬ સુધીમાં વિશ્વનાં ટોચનાં ૫ ટાયર ઉત્પાદકોમાં સ્થાન મેળવવાનો લક્ષ્યાંક ધરાવે છે અને આ લક્ષ્યાંક પાર પાડવા માટે ભારતીય બજાર અતિ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

(3:35 pm IST)