Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

હદ હો ગઇઃ નીરવ મોદીએ સુરતમાં ઉઘરાણીનો ફોન કર્યો!

સુરત તા. ૧૩ : પંજાબ બેન્કના અરબોના કૌભાંડી નીરવ મોદીના મામલે વધુ એક વિગતો સામે આવી છે નીરવ મોદીએ રૂ.૩.પ૦ લાખ ડોલરની ઉઘરાણી માટે સુરતના હીરાના વેપારી નિલેશ ગુંઠેને ફોન કર્યો હતો. નિલેશ ગુંઠેએ રૂ.૩.પ૦ લાખ ડોલરની જવેલરી ખરીદી હતી.

સુરત સ્થિત સ્ટાર ફાયરમાંથી બેલજીયમ ખાતે જવેલરી ખરીદી હતી ૧૪ ફેબ્રુઆરીએ નીરવ મોદીએ ઇમેઇલ કરી હવાલાથી રૂપિયા માંગાવ્યા હતા. સમગ્ર મામલે નિલેશ ગુંઠેએ ઇમેઇલ કરીPMOને જાણ કરી છે.

ઉલ્લેખનયી છે કે, પંજાબ નેશનલ બેંક સાથે ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડના આરોપી નિરવ મોદી અને મેહુલ ચોકસીએ ગત વર્ષ નવેમ્બરમાં જ દેશ છોડી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

મુંબઇમાં પંજાબ નેશનલ બેંકની જે બ્રાંચમાં કૌભાંડ થયો તેના અધિકારી સાથે મામા-ભાણીયો મેળેલ હતા. ગોકુલનાથ સેટ્ટી રિટાયર થતા નવા અધિકારી આવ્યા હતા જેને Lou પર સવાલ ઉભા કર્યા હતા.

(1:09 pm IST)