Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વીજ ઉત્પાદન ક્ષમતા વધી, ઉત્પાદન ઘટયુ

સરકારના માનીતા માલામાલ, ખેડૂતો બેહાલ : શૈલેષ પરમારના પ્રકારો : ઔદ્યોગિક ક્ષેત્રો માટે સરકારે ખાનગી કંપની પાસેથી કરોડની વીજળી ખરીદી

અમદાવાદ, તા. ૧૩ :  ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ્ના ઉપનેતા અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્યશ્રી શૈલેષ પરમારે વિધાનસભામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ઉદ્યોગ અને બાણ વિભાગની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે,

 

રાજયના વીજ કોર્પોરેશનની ઉત્પાદન ક્ષમતા વર્ષ ર૦૦૧-૦રમાં ૪,પ૧૩ મે.વો. હતી જે વર્ષ ર૦૧૬-૧૭માં પ૯૯૭ મે.વો. થઇ છે. આમ, ૧૬ વર્ષમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ૧,૪૮૪ મે.વો.નો વધારો થયો છે.

વર્ષ ર૦૦૭-૦૮માં વીજક્ષમતા ૪,૭૬૬ મે.વો.ની સામે ર૯,ર૪૧ મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું, તેની સામે વર્ષ ર૦૧૬-૧૭માં વીજ ક્ષમતા પ,૯૭૭ મે.વો.ની સામે ૧૬,રપ૪ મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું.

આમ, રાજયના વીજ કોર્પોરેશનમાં નવ વર્ષમાં ૧,ર૩૧ મે.વો. વીજ ક્ષમતાના વધારા સામે ૧ર,૯૮૭ મી.યુ. વીજળીનું ઉત્પાદન ઓછું થયું છે. આમ, વીજ ઉત્પાદન ક્ષમતાના વધારા સામે ૧ર,૯૮૭ મી.યુ. વીજળીનું ઉત્પાદન ઓછું થયું છ. આમ વીજ ઉત્પાદન ક્ષમતાના વધારા સામે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

વર્ષ ર૦૦૪-૦પમાં વીજક્ષમતા ૧,૩૭ર મે.વો.ની સામે ૧૦,૩૦૮ મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું તેની સામે વર્ષ ર૦૧૬-૧૭,માં ર,૬૦૪ મે.વો.ની સામે  ૪,૪૯પ મી.યુ. વીજળીનું ઉત્પાદન ઓછુ થયું છે. આમ, વીજ ક્ષમતાના વધારો સામે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

રાજયના કેન્દ્રના હિસ્સામાં વર્ષ ર૦૦૧-૦રમાં વીજક્ષમતા ૧,પ૬ર મે.વો.ની સામે ૧પ,૦૬પ મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું હતું. વર્ષ ર૦૧૬-૧૭માં વીજક્ષમતા ૪,૦૮૦ મે.વો.ની સામે ર૭,પ૦૦ મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું. આમ, ૧૬ વર્ષમાં રાજયના કેન્દ્ર હિસ્સાના વીજ ક્ષેત્રમાં ર,પ૧૮ મે.વો. વીજક્ષમતાના વધારો સામે ૧ર,૪૩પ મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું.

વર્ષ ર૦૦૧-૦રની સામે વર્ષ ર૦૧૬-૧૭માં વીજ ક્ષમતાના વધારા વીજળીના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. રાજયની ભાજપ સરકારે પોતાની વીજક્ષમતામાં વધારો કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

રાજયમાં ૧૬ વર્ષનાં વીજ વપરાશમાં ઘરગથ્થુ ક્ષેત્રે ૯,૯૬૧ સી.યુ. ખેતી ક્ષેત્રે ૧,૮૩ર મી.યુ. અને ઔદ્યોગિક ક્ષેત્રે ર૯.૦રપ મી યુ.ના વધારો થયો છે.

વર્ષ ર૦૧૧-૧રથી વર્ષ ર૦૧૬-૧૭માં ૬ વર્ષમાં ઘરગથ્થુ, વાણિજિયક, દિવાબતી, ખેતી, વોટરવર્કસ, રેલ્વે અને અન્ય માટે ર,૩૩,૭૦૭ મી.યુ. વીજ વપરાશની જરૂરીયાત સામે રાજયના વીજ કોર્પોરેશન તથા રાજયના આઇ.પી.પી.એસ. વીજ મથકોમાં ૧,૬૦,પ૭ર મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું હતું. રાજયમાં વીજ વપરાશ માટે ફકત ૭૩,૧૩પ મી.યુ. વીજળી રાજય સરકારે ખરીદવી પડે તેની સામે રાજય સરકારે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ૧,૭પ,૭૮પ મી.યુ. વીજળની ખરીદી કરેલ છે. આમ, રાજય સરકારે ૧,૦ર,૬પ૦ મી.યુ. વીજળીની વધારાની ખરીદી કરેલ છે. આ ખરીદેલ વધારાની વીજળી ઔદ્યોગિક ક્ષેત્રો માટે ખાનગી વીજ ક્ષેત્રો પાસેથી રૂ. ૪૭,૩૦પ.પ૭ કરોડના ખર્ચે ખરીદવામાં આવી હતી.(૯.૩)

(11:39 am IST)