Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

નારણભાઇનું ફોર્મ માન્ય થાય તો વાલેરા અને કિરીટસિંહ ફોર્મ પાછુ ખેચે તેવી શકયતા

આજે રાજયસભાના ફોર્મ ચકાસણી પર નજરઃ બન્ને પક્ષોએ પૂર્વ સાવચેતી માટે વધારાનું એક-એક ફોર્મ ભરાવ્યુ

રાજકોટ, તા., ૧૩: રાજયસભાની ૪ બેઠકો માટે ૬ ઉમેદવારોએ ગઇકાલે ફોર્મ ભરતા આજે ચકાસણી થઇ રહી છે. ભાજપે સતાવાર જાહેર કરેલા બે ઉમેદવારો પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા ઉપરાંત છેલ્લી ઘડીએ કિરીટસિંહ રાણાને ફોર્મ ભરાવ્યું છે. કોંગ્રેસે નારણભાઇ રાઠવા અને અમીબેન યાજ્ઞીકને ઉમેદવારી કરાવી છે. રાઠવાની ઉમેદવારી સામે કોઇ ટેકનીકલ કારણ ઉભુ થવાની શકયતા ડોકાતા કોંગ્રેસ પુર્વ સાવચેતી માટે પી.કે.વાલેરાના અપક્ષ તરીકે ફોર્મ ભરાવ્યું છે. જો નારણભાઇ સહીત ચારેય સતાવાર ઉમેદવારોના ફોર્મ માન્ય થઇ જાય તો બન્ને પક્ષો બાકીના બે ઉમેદવારોને ફોર્મ પાછુ ખેંચાવી લ્યે તેવી શકયતા છે. તો ચુંટણી બિનહરીફ થઇ જશે.

કોંગ્રેસના બે સતાવાર પૈકી એકનું ફોર્મ રદ થાય તો જ રાજકીય લાભ લેવા માટે ભાજપ ત્રીજા ઉમેદવાર કિરીટસિંહ રાણાની ઉમેદવારી યથાવત રખાવશે જો આવા સંજોગો સર્જાય તો કોંગ્રેસના માત્ર એક જ ઉમેદવાર ન રહે તે માટે અપક્ષ વાલેરાને ઉમેદવારી કરાવી છે. કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થાય તો કોંગ્રેસ વાલેરાને અપક્ષ તરીકે ટેકો આપી શકે છે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તા.૧પ માર્ચ છે. (૪.૭)

 

(11:38 am IST)