Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

પાલનપુરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીરસુખ માણી દેહવિક્રયના ધંધામાં ધકેલી; બે લાખમાં વેચી દીધી:ચકચાર

અપહરણ કરીને મહેસાણા લઇ જઈ વારંવાર શરીરસુખ માણ્યું :પાંચ વ્યક્તિની મદદથી ધમકી આપીને દેહવિક્રયના ધંધા માટે મજબુર કરી:બે લાખમાં વેચી નાખી લગ્ન કરાવી દીધા

પાલનપુર:પ્રલોભનો આપીને મુગ્ધાવસ્થાનો લાભ લઈને પાલનપુરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરીને મહેસાણા લઇ જઈને અવારનવાર શારીરિક સુખ માણીને પાંચ વ્યક્તિઓની મદદગારીથી દેહવિક્રયના ધંધા માટે મજબુર કર્યા બાદ સગીરાને બે લાખમાં કોઈ ઈસમને વેચી મારી તેની સાથે લગ્ન કરાવી દેતા અંતે સગીરા નરાધમોની ચુંગાલમાંથી છટકીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે

   અંગેની વિગતો મુજબ મૂળ પાલનપુરનો અને હાલ મહેસાણા ગજાનંદ સોસાયટીમાં રહેતા રમેશભાઈ વાલાભાઈ સલાટએ એક વર્ષ અગાઉ પાલનપુરના પ્રકાશનગર વિસ્તારમાં રહેતી દલિત સમાજની સગીરાને યેનકેન પ્રકારે પ્રલોભન આપી પ્રેમજાળમાં ફસાવી હતી. અને અપહરણ કરી લઈ ગયો હતો. જ્યાં મહેસાણા ખાતે રાખી તેની સાથે અવારનવાર શરીર સુખ માણ્યું હતું. દરમિયાન મહેસાણા સ્થિત અન્ય પાંચ વ્યક્તિઓની મદદગારીથી સગીરાને મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપી દેહ વિક્રિયનાનો ધંધો કરવા મજબૂર કરી દીધી હતી. જોકે, નરાધમો આટલેથી પણ અટકતા સગીરાને મોડાસા કંપામાં રહેતા ભરતભાઇ પટેલને રૂપિયા 2 લાખમાં વેપાર કરી તેની સાથે સગીરાના લગ્ન કરવી દીધા હતા. દરમિયાન સગીરા નરાધમોની ચુંગાલમાંથી છૂટીને ઘરે પરત આવી પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતાં તેઓ પણ ચોંકી ગયા હતા. અંગે સગીરાએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મહિલા સહિત 6 વ્યકિતઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   સગીરાનો રૂપિયા 2 લાખમાં સોદો કરી મોડાસા કંપાના ભરત પટેલને વેંચી તેની સાથે લગ્ન કરવી દેવાયા હતા. જ્યાં સગીરા ગર્ભવતી થઈ હતી. જોકે, લીલાબેન દેવજીભાઈ સલાટ અને ભગવતીબેન રમેશભાઈ સલાટએ સગીરાને ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો.

કોની સામે ગુનો નોંધાયો

1. રમેશભાઈ વાલાભાઈ સલાટ, 2.લીલાબેન દેવજીભાઈ સલાટ, 3.ભગવતીબેન રમેશભાઈ સલાટ, 4.અજય દેવજી સલાટસ, 5.પરેશ દેવજી સલાટ(તમામ રહે. મહેસાણા ગજાનંદ સોસાયટી), 6.પિન્કીબેન ઈશ્વરભાઈ ચૌધરી (રહે. અવધૂત સોસાયટી, મહેસાણા)

અંગે નવ ગુજરાત સમયે ભોગ બનનારી સગીરાના પરિવારજનો સાથે સંપર્ક કરતા સગીરાની બહેને જણાવ્યું હતું કે, મારી બહેન એક વર્ષ પછી નરાધમોની ચુંગાલમાંથી છૂટીને પરત આવી છે. તેણીએ સઘળી હકીકત કહી છે. તમામ નરાધમોને ફાંસીની સજા થવી જોઈએ. મારી બહેન સિવાય પણ અન્ય દિકરી ઓને ટોળકીએ ફસાવી હોવાની શક્યતાઓ છે. ત્યારે તેની પણ તપાસ કરાવવી જોઈએ.

આરોપીઓ સામે કઈ કલમો અંતર્ગત ગુનો નોંધાયો

પાલનપુરના ડીવાયએસપી .આર.જનકાંતે જણાવ્યું હતું કેપાલનપુરમાં સગીરાએ નોંધાવેલી ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.

(9:30 am IST)