Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અમદાવાદમાં લગ્‍નના બીજા જ દિવસે દુલ્‍હન ભાગી ગઇઃ વચેટિયાઅે રૂૂ.૧.પ લાખ લીધા હતા

અમદાવાદઃ લગ્નનો હરખ કોને ના હોય? પણ દુલ્હન ચોરીના ઇરાદે તમારી સાથે પરણતી હોવાનું માલુમ પડે તો તમને ચોક્કસ આંચકો લાગશે. જી હાં, અમદાવાદમાં આવી જ એક ઘટના બની છે.શહેરમાં લૂંટેરી દુલ્હન ફરી એક વખત ત્રાટકી છે. આ વખતે અમરાઇવાડીમાં રહેતા 35 વર્ષીય દિલિપ પરમારને નિશાન બનાવાયા.

લગ્ન માટે વહુ મળી રહી ન હોય દિલિપે એક વચેટિયાને 1.05 લાખ રૂપિયા આપ્યા હતા, જેણે એક કન્યા શોધી મહારાષ્ટ્રની સુનિતા નામની આ છોકરી જોડે લગ્ન કરાવી દીધાં હતાં. જો કે લગ્નના બીજા જ દિવસે વધુ ઘરેથી ગાયબ થઇ જતાં દિલિપના અરમાનો પર પાણી ફરી વળ્યું. અમરાઇવાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઓઢર દેસાઇએ કહ્યું કે કુરિયર કંપનીમાં કામ કરતા દિલિપની ફરિયાદના આધારે FIR નોંધીને લૂંટેરી દુલ્હ અને તેના સાથીઓની શોધખોળ ચાલી રહી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે, “એક જ પદ્ધતિથી આ ગેંગે અન્ય લોકોને પણ છેતર્યા હોય શકે છે. ત્યારે તેમને દબોચી લેવા માટે અન્ય પીડિતોને પણ મદદ કરવા અપીલ કરી છે.પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, પરમારના પિતાના ફ્રેન્ડ અને ઇન્દિરાનગરના રહેવાસી ભોગીલાલ પરમારે 1.05 લાખના કમિશન પર લગ્ન કરાવી આપવાની ઑફર આપી હતી. પીડિત અપરણિત હતો અને જીવનશાધી શોધવામાં અક્ષમ હતો ત્યારે તેણે ભોગીલાલ પરમારની આ ઑફર સ્વીકારી લીધી. નવેમ્બર 2017માં ભોગીલાલ અને શિતલ સોની નામની એક મહિલાએ મહારાષ્ટ્રની સુનિતાના ફોટા બતાવ્યા.

(7:06 pm IST)