Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સુરતના બીટકોઇન પ્રકરણમાં શૈલેષ ભટ્ટના અપહરણ માટે વપરાયેલ કારની ઓળખ થઇઃ અમદાવાદના નરેશ પટેલના નામે રજીસ્ટર હોવાનું ખુલ્યું

સુરતઃ બીટકોઇન પ્રકરણમાં શૈલેષ ભટ્ટ પાસેથી રૂૂ.૧૭ કરોડ પડાવવાના મામલે અપહરણ માટે વપરાયેલ કાર અમદાવાદની હોવાનું સીઆઇડી તપાસમાં ખુલ્યું છે.

શૈલેષ ભટ્ટના અપહરણ દરમ્યાન અન્ય કાર સાથે આવેલી સફેદ રંગની કારનો નંબર GJ-27 -K-6290 હોવાનું બહાર આવ્યું છે. GJ-27- K- 6290 નંબરની કાર અમદાવાદના નરેશકુમાર લાલજીભાઈ પટેલના નામે રજિસ્ટર હોવાનું સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું છે.. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદના A-4 શિલ્પગ્રામ સિદ્ધિ બંગલાની પાછળ આવેલી સહજાનંદ સોસાયટીમાં કારના માલિક રહે છે.. અપહરણ સમયે આ કાર હાજર હતી.. તેના નંબરના આધારે સીઆઇડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે.

(7:04 pm IST)