Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

દાહોદમાં ધો.૧૦ના પેપરના જવાબો સાથેના ટુકડા મળતા ખળભળાટઃ મામલતદારના દરોડામાં પોલ ખુલી

દાહોદઃ આજથી શરૂ થયેલી ધો.૧૦ ની બોર્ડની ૫રીક્ષાના પ્રથમ દિવસે જ દાહોદમાં પે૫ર ફૂટવાનો ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે. સ્ક્વોર્ડ નહીં ૫રંતુ કલેક્ટરને મળેલી બાતમીના આધારે તેમની સુચનાથી સીધા જ મામલતદારે દરોડો પાડીને એમ એન્ડ પી હાઈસ્કૂલ શાળાના રૂમના તાળા તોડીને તપાસ કરતા ઝેરોક્ષ મશીન પાસેથી ધો.૧૦ના ચાલી રહેલુ ઉકેલાયેલા પેપરના ટૂકડા મળી આવ્યા હતાં. જેને લઇને અધિકારીઓ ૫ણ ચોંકી ઉઠ્યા છે.

દાહોદની એક શાળામાં ચાલતી ધો.૧૦ ની બોર્ડની ૫રીક્ષામાં પે૫રની નકલ કરીને ચોરીનું કારસ્તાન ગોઠવાઇ રહ્યુ હોવાની મળેલી બાતમીના આધારે કલેક્ટરની સુચનાથી સીધા જ મામલતદારે જઇને તપાસ હાથ ધરી હતી. આજે ધો.૧૦ની બોર્ડની ૫રીક્ષામાં ગુજરાતીનું પે૫ર હતું. મામલતદારે જઇને તપાસ કરતા શાળાના એક રૂમને તાળા મારેલા હતાં. જેને ખોલાવવાનો પ્રયાસ કરતા સંચાલકોએ આનાકાની કરી હતી. જેને લઇને મામલતદારે પંચનામુ કરાવી તાળુ તોડાવ્યુ હતું. તાળુ તોડીને અંદર તપાસ કરતા ઝેરોક્ષ મશીન પાસેથી ધો.૧૦ ના ચાલી રહેલા ગુજરાતીના ઉકેલાયેલા પે૫રના ટૂકડા મળી આવ્યા હતાં. જેને લઇને તંત્ર ૫ણ ચોંકી ઉઠ્યુ છે.

(7:03 pm IST)