Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સ્‍થાનિકો અને પોલીસ કર્મચારીઓ માટે આસ્‍થાનું પ્રતિક ૧૦૦ વર્ષ જૂની મજાર પુનઃસ્‍થા‌પિત

અમદાવાદઃ શહેરના અમરાઇવાડી વિસ્‍તારમાં આવેલ પોલીસ સ્‍ટેશનમાં સ્‍થાનિકો અને પોલીસ કર્મચારીઓના આસ્‍થાના પ્રતિકસમા ૧૦૦ વર્ષ જૂની મજાર પુનઃસ્‍થાપિત કરવામાં આવી છે અને આજે તેનું ઉદ્ઘાટન પણ  કરવામાં આવ્યું હતું.

શહેરમાં એક એવું પોલીસ સ્ટેશન છે જે સ્થાનિકો માટે અને પોલીસ કર્મચારીઓ માટે શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે. પોલીસે અંદાજે ૧૦૦ વર્ષ જૂની મજારને પોલીસ સ્ટેશનમાં પુનઃ સ્થાપિત કરતાં લોકો અહીં માથું ટેકવે છે. વર્ષ ૧૯૯૨માં થયેલા બાબરીધ્વંસ કાંડ બાદ અમરાઇવાડી વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો રામોલ, જુહાપુરા તેમજ વિવિધ વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા.

અમરાઇવાડી ગામમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે જૂનું અમરાઇવાડી પોલીસ સ્ટેશન હતું, જેમાં આવેલી એકાઉન્ટની ઓફિસમાં ૧૦૦ વર્ષ જૂની એક મજાર હતી. ૨૦૦૨ પહેલાં મજારમાં નિયમિત રીતે લોકો ફૂલ હાર ચઢાવતા હતા અને તેની દેખરેખ રાખતા હતા.

સમય જતાં મજારની દેખરેખ રાખવાનું બંધ કરી દેતાં પોલીસ કર્મચારીઓએ તેના પર ટાઇલ્સ લગાવીને લાકડાનું કબાટ મૂકી દીધું હતું અને હનુમાનજીની મૂર્તિ મૂકી દીધી હતી. સમય જતાં લોકો મજારને ભૂલી ગયા હતા. અમરાઇવાડીને આધુનિક પોલીસ સ્ટેશન બનાવવા માટે જૂના પોલીસ સ્ટેશનને તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં મજાર પણ તૂટી ગઇ હતી.

વર્ષ પહેલાં જગ્યા પર ગૃહવિભાગે અમરાઇવાડી પોલીસ સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું હતું. તારીખ ૧૨.૦૩.૧૧ના રોજ પોલીસ સ્ટેશનનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. મજાર પર બનેલા અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા આવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેનાથી અજાણ હતા.

જેના કારણે લોકો મજાર વાળી જગ્યા પર દેખરેખ રાખી શકતા હતા નહીં. પોલીસ તેમજ સ્થાનિકોનું માનવું છે કે મજાર પર બનેલા પોલીસ સ્ટેશનના કારણે અંશાતિનો માહોલ સર્જાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર પર સ્થાનિકો દ્વારા આક્ષેપ થતા હતા. હત્યા, ચોરી, મારામારી જેવા અનેક બનાવો પણ વધવા લાગ્યા હતા હતા. જેના કારણે પોલીસે મજારને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો અને થોડાક સમય પહેલા મજાર વાળી જગ્યા પર સ્ટીલની ફેન્સિંગ કરી દીધી છે.

અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર .એમ.દેસાઇએ જણાવ્યું છે કે ઘણાં વર્ષોથી અહીં મજાર હતી પરંતુ તેની દેખરેખ રાખવામાં આવતી હતી પરંતુ બે મહિના પહેલાં મજારની આસપાસ ફેન્સિંગ લગાવીને તેની સાફ સૂથરી રાખવામાં આવે છે. આજે પોલીસ સ્ટેશના પોલીસ કર્મચારી અહીં ફૂલહાર કરે છે. આસ્થાનું પ્રતીક રહેલી મજારને પોલીસ સ્ટેશના કર્મચારીઓ સિવાય સ્થાનિકો પણ ફૂલહાર ચઢાવવા માટે આવે છે.

સ્થાનિક મનહરભાઇ વાધેલાએ જણાવ્યું છે કે આખા વિસ્તારમા ખાલી અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મજાર આવેલી છે જેમાં અમે નિયમિત રીતે ફૂલહાર કરીએ છીએ અમારા સિવાય કેટલાક સ્થાનિકો પણ અહીં દર ગુરુવાર અને શુક્રવાર ફૂલહાર ચઢાવે છે ત્યારે પોલીસ કર્મચારીઓ પણ માથું ટેકવે છે.

શ્રદ્ધા હોય ત્યાં ધર્મ અને જ્ઞાતિનું કોઇ મહત્વ નથી હિંદુ હોય કે મુસ્લિમ કે પછી કોઇપણ ધર્મની વ્યકિત હોય શ્રદ્ધાની આગળ પોતાનું માથું હંમેશાં ઝુકાવે છે આવું છે અમરાઇવાડી પોલીસ સ્ટેશન કે જેમાં મજારની દેખરેખ હિન્દુ કરી રહ્યા છે અને સૌથી વધુ હિન્દુ લોકો માથું ટેકાવે છે.

શહેરના ૪૫ પોલીસ સ્ટેશનમાં એક એવું પોલીસ સ્ટેશન છે જે લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની ગયું છે અને કોમી એકતાની મિશાલ આપી શક્યું છે.

(9:06 pm IST)
  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST

  • કોલકતામાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પત્રકારો સાથે ઉદ્ધતાઇ : વીડીયો કેમેરો તોડી નાખ્યો : શમી અંગે પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઇ ગઇ access_time 3:40 pm IST

  • કેજરીવાલને લાગ્યો વધુ એક મોટો ઝટકો : તેમના મુખ્ય સલાહકાર વી.કે. જૈનએ આપ્યું રાજીનામું : પારિવારિક અને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું : તાજેતરમાં દિલ્હી CM ઓફિસમાં AAPના વિધાયકોએ મુખ્ય સચિવ સાથેની મારપીટ બાબતે વી.કે. જૈનની પોલીસે પૂછપરજ કરી હતી અને આ પછીજ તેમણે રાજીનામું ફગાવ્યું હોય, દિલ્હી સચિવાલયમાં ચર્ચાઓનું બજાર ગરમી પકડી રહ્યું છે. access_time 2:53 pm IST