Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વલસાડ જિલ્લાના બુરવડ ગામની સરકારી શાળાના ૪૧૧ બાળકો ઓરડાના અભાવે ઝુંપડામાં અને ચર્ચના ઓટલે બેસીને અભ્યાસ કરે છેઃ માસિક ભાડુ રૂ.૬૦૦૦ શિક્ષકો ચૂકવે છે

વલસાડઃ રાજ્ય સરકાર દ્વારા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે જુદા-જુદા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. તેવા જ સમયે વલસાડ જિલ્લાના બુરવડ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોની સ્‍થિતિ ખૂબ જ વિકટ છે. આ બાળકોને ઝુંપડામાં અને ચર્ચના ઓટલે બેસીને અભ્યાસ કરવો પડે છે.

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના ,૦૦૦ જેટલી વસ્તી ધરાવતાં બુરવડ ગામમાં સરકારી પ્રાથમિક શાળાના ૪૧૧ બાળકો શાળાનાં ઓરડાના આભાવે ઝુંપડા અને ચર્ચના ઓટલે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૬થી ચર્ચના ઓટલાએ, કાચા મકાન અને ઝુપડામાં નીચે બેસીને અભ્યાસ કરે છે. હાલમાં શાળામાં ધોરણ થી માં કુલ ૪૧૧ છોકરાઓ અને છોકરીઓ અભ્યાસ કરે છે અને આખી શાળામાં માત્ર ત્રણ ઓરડા છે જેથી ધોરણ , ધોરણ અને ધોરણ ૫ના વિધાર્થીઓની સ્થિતિ દયનીય છે અને તેઓ બહાર ખુલ્લામાં બેસવાની ફરજ પડે છે.

જગ્યાનું ભાડું પર કે જ્યાં કાચા મકાન બનાવ્યા છે તે ખુદ શિક્ષકો આપી રહ્યા છે. કપરાડા તાલુકામાં આવેલા ૧૪૦ થી વધુ ગામો શિક્ષણ જરૂરી સુવિધાઓ જેતે શાળાઓમાં છે કે નહીં તે જોવા માટે કોઈ સ્થળ પર જતું નથી. વર્ષ ૨૦૦૬ થી કુલ ૪૧૧ વિધાર્થી સામે માત્ર ઓરડાઓ હોવા છતાં અને અન્ય વિધાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરતા હોવા છતાં જીલ્લા શિક્ષણ સમિતિ કે જીલ્લા પંચાયત કે સરકાર દ્વારા મુદ્દે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.

શાળામાં ધોરણ ના વિદ્યાર્થીઓને ગામના એક ખાનગી કાચામાં મકાનમાં બેસડવામાં આવી રહ્યા છે અને મકાનનું માસિક ભાડું ૬૦૦૦ રૂપિયા ખુદ શિક્ષકો ચૂકવી રહ્યા છે તો ધોરણ ના કુલ ૪૭ વિધાર્થીઓને સ્કુલને અડીને આવેલા ચર્ચના ઓટલા ઉપર બેસાડવામાં આવી રહ્યા છે, તો ધોરણ ના ૪૧ જેટલા ભૂલકાઓને સ્કુલના ઓરડા નજીકમાં પતરાનો ખુલ્લો શેડ પાડીને તેમાં અભ્યાસ ક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. શાળાના બાળકો માટે શૌચાલયની પણ સુવિધા ઉપલબ્ઘ નથી. શાળામાં 'દીકરીઓ' પણ અભ્યાસ કરે છે.

ઉનાળા કે શિયાળામાં તો બાળકો મજબૂરીમાં અભ્યાસ કરી પણ લે છે પરતું ચોમાસા દરમ્યાન બુરવડ સ્કુલના બાળકોની હાલત અત્યંત દયનીય બને છે કારણ કે પતરાના શેડ માંથી ચારે બાજુએથી આવતું વરસાદી પાણી અને નીચે લીપણમાં બેસવું ખુબ મુશ્કેલ થઈ જાય છે.

શાળાનાના આચાર્ય બિસ્તુભાઈએ જણાવ્યું કે, "છેલ્લા કેટલાક સમય થી ૧૪ ઓરડા બનાવવા માટે વારવાર અરજીઓ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધીમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. વલસાડ જીલ્લા કલેકટર પણ પ્રવેશોત્સવમાં મુલાકાત લીધી હતી પરંતુ તેમણે પણ માત્ર થઇ જશે જેવા વચનો આપ્યા પણ આજ દિન સુધી કોઈ જોવા સુધ્ધા આવ્યું નથી."

વલસાડના જીલ્લા વિકાસ અધિકારી ગૌરાંગ મકવાણાએ આબાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે , " શાળા બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે શાળા માટે ૧૧ ઓરડા મંજુર થઇ ગયેલા છે જે વખતના બજેટમાં પણ લેવામાં આવ્યા છે. પરંતુ શાળા ખાગની માલિકીની જમીનમાં આવેલી હોવાથી તેનો વિવાદ થયો હતો પરંતુ ગામ પંચાયતે ઠરાવ કરી બીજી જગ્યાએ આપી છે જેમાં મંજુરી લઈને ત્યારબાદ બાંધકામ કરવામાં આવશે."

(6:17 pm IST)