Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઉનાળુ વેકેશન ટૂંકાવાશે !: માર્ચથી શરૂ થશે પ્રાથમિક શાળાઓ

નવું શૈક્ષણિક સત્ર સમયસર શરૂ કરાશે : સાત કસોટીઓના આધારે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે

રાજકોટ : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાકાળ દરમિયાન બંધ રાખવામાં આવેલી સ્કૂલ-કોલેજો હવે ધીરે-ધીરે શરુ કરવામાં આવી રહી છે.

કોરોનાની મહામારીના કારણે માર્ચ ૨૦૨૦માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ શાળાના શીક્ષકોએ શાળામાં ફરજીયાત હાજર રહેવાનું હતું. પ્રાથમિક શાળાના શિક્ષકોએ પહેલા રોટેશન મુજબ શાળાએ આવવાનું હતું. અને સવારનો સમય રાખવામાં આવ્યો હતો. તેના બદલે હવે પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ આખો દિવસ શાળાએ હાજર રહેવું પડશે.હાલમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ ઓછુ જોવા મળી રહ્યું છે. પરિણામે તા.૯ ફેબ્રુઆરીથી શાળાનો સમય સવારને બદલે આખા દિવસનો કરવામાં આવ્યો છે. અને પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ ફરજીયાત શાળામાં હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે. તમામ શિક્ષકોએ શાળામાં હાજર રહીને શિક્ષણનું મુલ્યાંકન, એકમ કસોટી ચકાસણી જેવા કાર્ય કરી શિક્ષણલક્ષી કામગીરી કરવાની રહેશે.જણાવી દઈએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  ધો.૧૦ અને ધો.૧૨ની શાળાઓ ૧૧ જાન્યુઆરીથી અને ધો.૯ અને ધો.૧૧ના વર્ગો ૧ ફેબ્રુઆરીથી શરુ થઇ ચુક્યા છે.

મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર શિક્ષણનું નવુ સત્ર વહેલુ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. જ્યારે ઉનાળુ વેકેશન ટુંકુ રાખવાની શિક્ષણ વિભાગની વિચારણા પણ કરવામાં આવી રહી છે.

કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં તમામ સ્કૂલો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇ સ્કૂલો ફરી શરૂ થઇ રહી છે. સ્કૂલોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું . સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જો વર્ગખંડ નાનો પડે તો લાઈબ્રેરી કે લેબોરેટરીનો પણ ઉપયોગ કરી શકાય છે.

માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઇ ગયા બાદ હવે ઉનાળુ વેકેશન ટૂંકાવવાની તૈયારીઓ બાબતે વિચારણા હાથ ધરાઈ છે. જો ઉનાળુ વેકેશન ટુંકાવાશે તો નવું  શૈક્ષણિક સત્ર પણ સમયસર શરૂ કરવામાં આવશે. સાથે સાથે ધોરણ-૧થી ૪ના વિદ્યાર્થીઓની લોકડાઉનના સમયથી નિયમિતપણે મૂલ્યાંકનના હેતુથી એકમ કસોટી લેવામાં આવી રહી છે. ચાલુ માસે અંતિમ સપ્તાહમાં સાતમી એકમ કસોટી લેવામાં આવશે. ત્યાર બાદ તમામ સાત કસોટીનાં પરિણામને આધારે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે.

ધોરણ-૧થી ૪ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના આધારે નહીં પરંતુ એકમ કસોટીનાં મૂલ્યાંકનના આધાર પર પરિણામ આપવામાં આવશે અને આગળના વર્ગમાં -મોટ કરવામાં આવશે આમ કોરોનાકાળથી ઘેર ઓનલાઇન અભ્યાસ કરીને કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર છે કે વર્ષ ૨૦૨૧ના વર્ષનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થઇ શકશે.

(3:35 pm IST)