Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

વેલેન્ટાઈન્સ ડે : વિહિપ-અન્ય દ્વારા પત્રિકા ફરતી

વેલેન્ટાઇન્સ ડેના નામે લવ જેહાદ

અમદાવાદ, તા.૧૩ : વેલેન્ટાઈન્સ ડેને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નામે પત્રિકા વાઈરલ થઈ છે. આ પત્રિકાઓમાં હિન્દુ યુવક અને યુવતીઓના માતા-પિતાને વેલેન્ટાઇનસ ડેના ઓઠા હેઠળ તેમની દિકરીઓ લવ જેહાદ ષડયંત્રમાં ફસાય નહી કે, તેનો શિકાર ના બને તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના નામે વાઇરલ થયેલી પત્રિકામાં અપીલ કરવામાં આવી છે કે, ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડેના નામે હિન્દુ સમાજમાં હિન્દુ વિરોધી તાકાતો દ્વારા વેસ્ટર્ન કલ્ચરનું પાપ ઘુસાડવાનું ષડયંત્ર કરવામાં આવે છે. 

         અમે પ્રેમના વિરોધમાં નથી પરંતુ પ્રેમના નામે થતી અશ્લીલતા તથા વેલેન્ટાઈન્સ ડેના નામે વિધર્મી યુવકો દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ દીકરીઓને લવ જેહાદના ષડયંત્રમાં ફસાવવાનું કૃત્ય કરે છે તેનો અમે વિરોધ કરીએ છીએ. માતા-પિતાઓને નમ્ર અપીલ છે કે, પોતાની દીકરીઓ ખોટા ષડયંત્રમાં ન ફસાય તેની પુરતી કાળજી રાખે. પત્રિકામાં નીચે ખાસ નોંધ પણ લખાઇ છે કે, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય પર વિધર્મી યુવકો દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ દિકરીઓને પ્રેમના નામે ભોળવીને લઇ જાય છે. જેની અનેક ફરિયાદો અમને મળી છે. માટે આવા દિવસોતમારા ના આવે તે માટે સાવચેત રહેવુું. આ પત્રિકાને લઇને પણ શહેરમાં ભારે ચર્ચા ચાલી રહીછે.

(8:47 pm IST)