Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અરવલ્લી જિલ્લામાં રવિ વાવેતરના સિંચાઈ માટે 40 ક્યુસેક પાણી છોડતા 600 હેકટર વાવેતરને લાભ મળશે

અરવલ્લી: જિલ્લાના માજુમ અને મેશ્વો જળાશયોમાંથી પંથકમાં જરૃરી રવિ વાવેતરના સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય સત્તાવાળાઓએ કર્યો હતો. અને માજુમ જળાયશમાં ૪૦ કયુસેક પાણી છોડાતાં મોડાસા-ધનસુરા તાલુકા વિસ્તારના ૬૦૦ હેકટર વાવેતરને જરૃરી સિંચાઈનો લાભ મળી રહેશે એમ સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું હતું.જયારે આજે મેશ્વો જળાયશમાંથી ૧૨૦ કયુસેક પાણી કેનાલમાં છોડવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

અરવલ્લી જિલ્લાના માજુમ અને મેશ્વો જળાશયોમાં પર્યાપ્ત માત્રામા પાણીનો જથ્થો હોવાથી રવિપાકને પૂરતો સિંચાઈનો લાભ મળી રહે તે માટે બંને જળાશયોની કેનાલમાં પાણી છોડવા સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માંગને ધ્યાને લઈ નિર્ણય કરાયો હતો.મોડાસા ખાતેની સિંચાઈ કેચરીના ઈજનેર દિપક પંડયા ના જણાવ્યા મુજબ જિલ્લાના માજુમ જળાશયમાંથી સોમવારની રાત્રે ૪૦ કયુસેક પાણી કેનાલમાં છોડાયું છે. પાણીથી પંથકના મોડાસા અને ધનસુરા તાલુકાની ૬૦૦ હેકટરના વાવેતરને પૂરતી સિંચાઈ સુવિધા મળી રહેશે.

 

 

 

 

(5:09 pm IST)