Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ગોધરાથી વડોદરા જતા વૃદ્ધને છેતરી ઠગ રીક્ષા ચાલકે સાગરિતની મદદથી 1.15 લાખ પડાવી લીધા

વડોદરા:ગોધરાથી વડોદરા  જનોઈ પ્રસંગમાં આવેલી વૃધ્ધાને ઠગ રીક્ષાચાલક અને સાગરિતો છેતરીને .૧૫ લાખ રૃપિયાની મતા પડાવી લીધી હતી. જે અંગે મહિલાએ વારસીયા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

અંગેની વિગત એવી છે કે ગોધરા બામરોલી રોડ પર વૃંદાવનનગરમાં રહેતા ગંગાબેન લાલવાણી (..૬૭) ગઈકાલે સવારે ગોધરા થી વડોદરા આવ્યા હતા. અને માણેકપાર્ક સર્કલ પાસે ઉતરીને ઓટોરીક્ષાની રાહ જોતા હતા. બપોરે ૧૨ થી ૧૨.૩૦ વાગ્યાના અરસામાં એક રીક્ષાચાલકે ગંગાબેનને વારસીયા સગુન હોલમાં લઈ જવા માટે રીક્ષામાં બેસાડયા હતા. તે સમયે રીક્ષામાં અગાઊથી બે ગઠિયાઓ મુસાફરના સ્વાંગતમાં બેઠા હતાઆરોપી રીક્ષાચાલકે વૃધ્ધાને વારસીયા સગુન હોલમાં લઈ જવાના બદલે કારેલીબાગ પાણીની ટાંકી પાસે લઈ જઈને ઉતારી દીધા હતા.

 

 

(5:06 pm IST)