Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પાટણનાં વરાણામાં ખોડિયાર માતાજી મંદિરે મિનિ મહાકુંભનો પ્રારંભ

 પાટણ, તા. ૧૩ :  પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે મીની મહાકુંભનો પ્રારંભ થયો છે. મહાસુદ-૧પ સુધી અતિ પ્રાચીન ખોડીયાર માતાજીના મંદિરે મેળો ભરાય છે. આજે વરાણા ખાતે આઇમાં ખોડલનો જન્મોત્સવ ઉજવાશે ખોડીયારી આઠમ એટલે આ ખોડલનો જન્મદિવસ આજે લાખોની સંખ્યામાં ભકત જનો પગપાળા ગાડીઓમાં તેમજ ગાડીઓમાં આવી મા ચરણોમાં શીશ ઝુંકાવશે.

સાતમના દિવસે માતાજીના રથ સાથે આવતા પગપાળા સંઘોની કતારો જામી રહી છે માતાજીના જન્મોત્સવનો લાવો લેવા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે.  મંદિરના ટ્રસ્ટી લાભુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આઇ ખોડીયારમાં રાજસ્થાનના જેસલમેરમાં ચારણ નેસમાં મામડ નામના ચારણના ઘેર અવતાર ધારણ કર્યો હતો. મા ખોડલ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં સમી તાલુકાના વરાણા ગામની ભૂમિ ઉપર રોકાણ કર્યુ હતું. માઇભકતો ગૌધન ચરાવવા દુધનેસના કુનડાશાખા ચારણો અહીં આવી માતાજીની ઉપાસના કરી મંીદરનું નિર્માણ કરી ઇ.સ. ૧૩૬પમાં મહાસુદ આઠમને રવીવારે એક ગોળ અને સફેથાલ દાદાની સ્થાપના કરી હતી અને તે નેસનું નામવરણા રાખ્યુ હતું તેમ દંતકથામાં કહેવામાં આવે છે. સમગ્ર વઢીયાર પંથકમાં દરકે વર્ગના ઘેર પુત્ર જન્મે તો માતાજીને તલગોળની સાની કરી માતાજીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. (૯.૧૧)

 

(3:44 pm IST)