Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલ ભાગેડુ જાહેર

 

અમદાવાદ: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી મુજબની વોરન્ટ ઇસ્યું કરવામાં આવ્યું છે. મુખ્ય આરોપી છબીલ પટેલને ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે. છબીલ પટેલ દ્વારા અંગે એક ઓડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે

જયંતી ભાનુશાળીની હત્યાને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતા પણ હજી સુધી પોલીસ આરોપીઓની પકડથી દૂર છે. ત્યારે કેસમાં કથિત આરોપી છબીલ પટેલની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે. ઓડિયો ક્લીપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે કહ્યું કે, મને કોઇ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. મને પોલીસની કાર્યવાહીમાં પૂરેપૂરો વિશ્વાસ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી કેસનો આરોપી છબીલ પટેલ ઘટના બાદથી વિદેશમાં છે. પોલીસે આરોપી મનીષા ગોસ્વામી સાથે છલીબ પટેલની પણ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોતે ધંધાકીય કામ અર્થે વિદેશમાં હોવાનો દાવો છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં કર્યો છે. જોકે તેણે ઓડિયોમાં એમ પણ કહ્યું છે કે, ભારત આવવામાં જીવનું જોખમ છે. જેથી પોલીસ રક્ષણ આપવામાં આવે.

(12:19 am IST)
  • કોંગ્રેસ અને એનસીપીએ બેઠક સમજૂતીને અંતિમ રૂપ આપ્યું :એનસીપી સુપ્રીમો શરદ પવારની જાહેરાત; આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બપોરે શરદ પવારના નિવાસસ્થાને તેઓ સાથે મુલાકાત કરી હતી access_time 1:08 am IST

  • મુલાયમસિંહ પાસેથી નિવેદન દેવડાવ્યું છે :સંસદમાં મોદીના ફરી પીએમ બનવા અંગે મુલાયમસિંહના નિવેદનથી આઝમખાન નારાજ :કહ્યું કે આ સાંભળીને બહુ દુઃખ થયું :આઝમખાને એવું પણ કહ્યું હતું કે આ નિવેદન મુલાયમસિંહનું નથી આ નિવેદન તેઓ પાસેથી દેવડાવાયું છે access_time 1:16 am IST

  • રાજકોટમાં આયકર વિભાગ દ્વારા સોની બજારમાં સર્વેની કામગીરી :રાજકોટની સોની બજારમાં આવેલા તન્વી ગોલ્ડમાં હાથ ધરાઈ સર્વે કામગીરી: 6 થી વધુ અધિકારીઓ દ્વારા સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના હેવાલ : તન્વી ગોલ્ડ દ્વારા કાસ્ટિંગનુ મોટા પ્રમાણમાં કરવામાં આવતું કામ :સોનીબજારની ભીમજીભાઈની શેરીમા આવેલ તન્વી ગોલ્ડમાં સર્વે કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે :એડવાન્સ ટેક્સ વસુલવામાં આવે તેવી શકયતા access_time 7:44 pm IST