Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

લગ્ન કંકોત્રી, કાપડના બિલ અને સાડી બાદ 'નમો અગેઇન 'સુરતમાં મોદી બ્રાન્ડ ડિઝાઈનર કુર્તીઓનો વધતું આકર્ષણ

સુરતમાં લગ્ન કંકોત્રી, કાપડના બિલ અને સાડી બાદ બજારમાં નમો અગેન વાળી ડિઝાઈનર કુરતીઓએ ધૂમ મચાવી છે. નમો અગેનની ડિઝાઈનર કુરતીઓ બજારમાં જોવા મળી રહી છે

   અત્યાર સુધી પીએમ મોદીના ચાહકો માટે નમો અગેન ટીશર્ટ જોવા મળી રહ્યા હતા કે જે ખાસ પુરુષો માટે મળતા હતા. પણ હવે શહેરના બુટિકમાં ખાસ મહિલાઓની ડિઝાઈનર કુરતીની ડિમાન્ડ વધી ગઈ છે

  સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક બ્યુટીક મા ખાસ ડિઝાઇનર કુરતીઓ ની ડિમાન્ડ વધી ગઈ છે. અને આ ખાસ કુર્તિઓ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે આ ખાસ કુર્તિઓ કોઈ પ્રખ્યાત ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવી નથી અને ના કોઈ આકર્ષક ડિઝાઇન બનાવવામાં આવી છે. આ કુરતીઓ પ્યોર કોટન અને ખાદી માંથી તૈયાર કરવામાં આવી છે. અને તેની ખાસિયત છે કે તેની ઉપર એમ્બ્રોઇડરી કરી 'નમો અગેન' લખવામાં આવ્યું છે.. આ કુરતી ઓ ખાસ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે

(8:43 am IST)