Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં નહીંવત ફેરફાર

અમદાવાદમાં મિશ્ર સિઝન વચ્ચે ૧૩.૪ ડિગ્રી : ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૨ ડિગ્રી નોંધાયું

અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદ અને રાજ્યના અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નહીવત ફેરફારની સ્થિતિ જોવા મળી છે. આ સ્થિતિ આગામી બે ત્રણ દિવસ દરમિયાન યથાવત રહેવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે બુધવારના દિવસે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના  નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ પ્રકારના વાતાવરણની સીધી અસર બાળકો અને મોટી વયના લોકો પર થાય છે. બેવડી સિઝનના કારણે ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં બાળકો અને મોટી વયના લોકોને વધુ સાવચેતી રાખવાની જરૂર દેખાઈ રહી છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૩.૪ અને ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું હતું. તંત્ર તરફથી કોઇ ચેતવણી અપાઈ નથી. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફારની તકો દેખાતી નથી. શહેરમાં બપોર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે અમદાવાદમાં મહતમ તાપમાન ૩૦.૨ ડિગ્રી રહ્યું હતું. બેવડી સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે. બપોરના ગાળામાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે જ્યારે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી પણ જોવા મળી રહી છે. બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના ૧૦ જ દિવસમાં ૧૬૧ કેસો સપાટી ઉપર આવ્યા છે. મચ્છરજન્ય રોગથી પણ લોકો પરેશાન થયેલા છે.

ક્યા કેટલું તાપમાન.....

સ્થળ........................................ તાપમાન (લઘુત્તમ)

અમદાવાદ.................................................... ૧૩.૪

ડિસા............................................................. ૧૪.૫

ગાંધીનગર....................................................... ૧૨

વીવીનગર.................................................... ૧૫.૫

વડોદરા........................................................ ૧૪.૨

સુરત............................................................ ૧૭.૪

વલસાડ........................................................ ૧૧.૬

અમરેલી....................................................... ૧૫.૪

ભાવનગર..................................................... ૧૬.૬

પોરબંદર...................................................... ૧૭.૨

રાજકોટ........................................................ ૧૪.૭

સુરેન્દ્રનગર................................................... ૧૫.૩

ભુજ.............................................................. ૧૪.૨

નલિયા......................................................... ૧૧.૨

કંડલા એરપોર્ટ.............................................. ૧૫.૫

મહુવા........................................................... ૧૪.૩

(8:22 pm IST)