Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કલોલના ઇસંડ નજીક કારની હડફેટે સાયકલ સવાર ઈસમનું ઘટનાસ્થળેજ મોત

કલોલ:ઇસંડ નજીક કારની ટક્કરે સાયકલ સવાર કિશોરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતકના પિતાની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. ઇસંડ - પાનસર રોડ પર ગઇકાલે સવારે કારની ટક્કરે સાયકલ સવાર કિશોરનું મોત નીપજ્યું હતું. ગઇકાલે સવારે ઇસંડમાં રહેતા રાવજીભાઇ દંતાણી બકરા ચરાવવા માટે નીકળ્યા હતા. ત્યારે તેમનો ૧૭ વર્ષિય દિકરો રણજીત પણ વાળ કપાવવા માટે સાયકલ લઇને નીકળ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં પૂરઝડપે જતી આઇટેન કાર નં.જી.જે.૧૫.એ.ડી.૬૧૫૯ ના ચાલકે ગમખ્વાર ટક્કર મારતા રણજીત સાયકલ સાથે ફંગોળાઇને રોડ પર પટકાયો હતો. આ ઘટનાની જાણ રણજીતના પિતા રાવજીભાઇને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં પોતાના પુત્રને જોઇને ૧૦૮ને ફોન કર્યો હતો. જો કે શરીરે ગંભીર ઇજોઓને લીધે રણજીતનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

કલોલ તાલુકા પોલીસે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તેનો કબ્જો વાલીવારસોને સોંપ્યો હતો. મૃતકના પિતાની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે આરોપી કાર ચાલક વિરૃદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. આરોપી સ્થળ પર કાર મુકી ભાગી છુટયો હોવાથી પોલીસે કાર પણ કબ્જે લીધી છે.

(6:41 pm IST)
  • આલેલે!! વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ!! : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST

  • રીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST