Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સુરતમાં 11 વીવર્સ પાસેથી દલાલ મારફતે 35.62 લાખનું કાપડ ખરીદી છેતરપિંડી આચરનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:સલાબતપુરા મહારાજ ટોકીઝ મહારાજ ચેમ્બર્સમાં દુકાન ધરાવતા વેપારીએ ૧૧ વિવર્સ પાસેથી દલાલ મારફતે રૃ. ૩૫.૬૨ લાખનું ગ્રે કાપડ ખરીદી બાદમાં પેમેન્ટ કર્યુ ન હતું અને દુકાન-ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પરવત ગામ વિનાયક ફલેટ બી-૨૦૨ માં રહેતા નિતીનભાઈ રમણભાઈ પટેલ ઉધના મગદલ્લા રોડ ઉમા ઈન્ડસ્ટ્રીઝ ખાતા નં. ૧૯૫-૧૯૬ માં લુમ્સનું કારખાનું ધરાવે છે.

છ માસ અગાઉ મિત્ર સાહિલ પટેલ સાથે તે પેમેન્ટ લેવા સલાબતપુરા મહારાજા ટોકીઝ મહારાજા ચેમ્બર્સ દુકાન નં. ૫ માં કાપડનો વેપાર કરતા જીતેન્દ્ર તખતમલ જૈનને ત્યાં ગયા હતા અને ઓળખાણ થઈ હતી.

મહારાજ ટોકીઝ પાસે મહાત્મા વાડીમાં રહેતા તખતમલ જૈને પોતાનો મોટા પાયે ધંધો છે અને વિવર્સને સમયસર પેમેન્ટ આપું છું તેમ કહેતાં નિતીનભાઈએ તેને ઉધારમાં ગ્રે કાપડ આપવા માંડયું હતું. નિતીનભાઈ ગ્રે કાપડ મોકલતા તે જીતેન્દ્રભાઈને ત્યાં કામ કરતો ફરહાન પાટણવાલા રીસીવ કરતો હતો.

નિતીનભાઈએ પાકતી મુદ્દતે જ્યારે પેમેન્ટ પેટે રૃ. ૫,૧૨,૦૩૩ ની માંગણી કરી ત્યારે જીતેન્દ્રભાઈએ ચેકો આપ્યા હતા પરંતુ તે રીટર્ન થયા હતા. બાકી પેમેન્ટના વાયદા કરી અચાનક જીતેન્દ્રભાઈએ તેમની દુકાન અને ગોડાઉન બંધ કરી ભાગી છૂટયા હતા.

બાદમાં નિતીનભાઈને જાણ થઈ હતી કે જીતેન્દ્રભાઈએ દલાલ વિનોદ પ્રભુદાસ પટેલ ઉર્ફે પ્રકાશભાઈ ઉર્ફે પકો (રહે.૫, સોમાકાનજીની વાડી, પટેલવાડી, ખટોદરા, સુરત) મારફતે બીજા ૧૦ વિવર્સ પાસેથી પણ કુલ રૃ. ૩૦,૩૯,૮૭૦ નું ગ્રે કાપડ ખરીદયું હતું અને પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો.

કુલ ૧૧ વિવર્સ સાથે રૃ. ૩૫,૬૧,૯૫૩ ની ઠગાઈ કરનાર વેપારી જીતેન્દ્ર જૈન, તેના કર્મચારી ફરહાન પાટણવાલા અને દલાલ વિનોદ પટેલ વિરુધ્ધ નિતીનભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ સી.એફ.ઠાકોર કરી રહ્યાં છે.

(6:40 pm IST)
  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • શ્રીનગરના કરન નગર વિસ્તારના બિલ્ડીંગમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે સવારથી ફરી એન્કાઉન્ટર શરૂ : જમ્મુના રાઈપુર દોમાના વિસ્તારમાં સલામતી દળો દ્વારા સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલુ : હેલીકોપ્ટરની મદદ લેવાઈ access_time 11:38 am IST

  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST