Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મહેસાણાના બલોલમાં છરીના ઘા જીકી 15 વર્ષીય કિશોરની હત્યારી અરેરાટી

મહેસાણા:ના બલોલ ગામે ગત મોડી રાત્રે 15 વર્ષના કિશોરની હત્યા કરવામાં આવી છે. કિશોરની હત્યાને પગલે ગામમાં અરેરાટી અને ભયનો માહોલ પ્રસરી ગયો છે. જેથી પોલીસે આ હત્યા અંગેની તપાસ શરૂ કરી છે. 15 વર્ષના કિશોરની ગામ પાસે આવેલ ભવાની માતાના મંદિર પાસે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

બલોલ ગામમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ર્કિતીભાઈ પટેલનો 17 વર્ષનો પુત્ર નીલ સોમવારે રાત્રે 9.30 કલાકે ઘરેથી વેફર લેવા જવાનું કહી પાર્લર ઉપર નીકળ્યો હતો. અડધો કલાક જેટલો સમય થવા છતાં નીલ પરત ન આવતા તેના પિતાએ તેને મોબાઈલ ફોન કર્યા હતા. પરંતુ પુત્ર ફોન ઉપાડતો ન હોય તેમને ટેન્શન થયુ હતુ. તેથી તેના પિતા તેને શોધવા નીકળ્યા હતા. ગામમાં આવેલા ભવાની માતાના મંદિર પાસેા જોષી માઢના નાકે તેમની નજર જમીન પર પડેલ એક વ્યક્તિ પર પડી હતી. તેની નજીક જતા તે તેમનો દીકરો નીલ નીકળ્યો હતો. નવજુવાન દીકરાના લાશ જોઈ તેઓ હેબતાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

નીલની હત્યા કોને અને કેમ કરી તે મુદેે ઉઠેલા રહસ્ય વચ્ચે સાંથોલ પોલીસની સાથો સાથ મહેસાણા એલસીબી, એસઓજી સહિતનો પોલીસનો કાફલો બનાવસ્થળે પહોંચી જઈ તપાસનો દોર લંબાવ્યો હતો.

(6:38 pm IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • આલેલે!! વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ!! : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST

  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST