Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અજાણ્યા વાહનની હડફેટે નાપા તળપદમાં વૃદ્ધનુ સારવાર દરમિયાન મોત

બોરસદ:તાલુકાના નાપા તળપદ ગામે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે બોરસદ રૂરલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર નાપા તળપદ ગામે રહેતા શૈલેષભાઈ નટુભાઈ ચુનારા વાઘરીના ઘરના સભ્યો ગઈકાલે જ્ઞાતિના યોજાયેલા એક લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે જતા હતા. રાત્રીના આઠેક વાગ્યાના સમારે કબ્રસ્તાન પાસેથી પસાર થઈ રહેલા નટુભાઈ જેણાભાઈ ચુનારા વાઘરી (ઉ. વ. ૭૦)ને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેઓને માથામા તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી તેમને ૧૦૮ મોબાઈલ વાનમાં તુરંત જ સારવાર માટે પ્રથમ પેટલાદની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રાત્રીના પોણા ત્રણેક વાગ્યાના સુમારે અવસાન થયું હતુ. આ અંગે શૈલેષભાઈએ બોરસદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(6:38 pm IST)
  • પાઘડીના શણગારથી ઝળહળી ઊઠ્યા શ્રી સોમનાથ મહાદેવ - કરો મહાદેવના પાઘડી દર્શન : મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનો અદ્ભૂત ધસારો જોવા મળ્યો છે. સોમનાથ મંદિરમાં મહાદેવને અનેક જાતના શણગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં પાઘડીના શણગારથી મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ થઇ હતી. access_time 11:50 pm IST

  • અંદામાન ટાપુઓ ઉપર ૫.૬નો મોટો ભૂકંપઃ કેન્દ્રબિન્દુ જમીનથી ૧૦ કિ.મી. નીચે છે access_time 11:38 am IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST