Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પોલીસને પાણી 'બતાવવા' નહિ,પાણી બચાવવા સરકારની સૂચના

ર૦૧૬નો પરિપત્ર ફરી ગૃહ વિભાગની વેબસાઇટ પરઃ વૃક્ષારોપણની અપીલ : પોલીસ કચેરી અને આવાસોમાં પાણી કેમ બચાવવું? તેની માહિતી આપી

રાજકોટ તા. ૧૩: રાજય સરકારના ગૃહ વિભાગે પાણીનો કરકસરથી ઉપયોગ કરવા માટેનો માર્ગદર્શક પરિપત્ર બહાર પાડયો છે. પરિપત્રમાં તા. ૩-પ-ર૦૧૬ દર્શાવેલ છે જયારે ગૃહ વિભાગની વેબ સાઇટ પર આ પરિપત્ર તા. ૯-ર-ર૦૧૮ના રોજ મુકાયાનું દર્શાવાયું છે. પરિપત્રમાં પોલીસને પાણી બચાવવા માટેની સલાહ આપવામાં આવી છે. પરિપત્ર નવો હોય કે જુનો હોય, જો તેનું પાલન થાય તો સમાજને ઉપયોગી થાય તેમ છે.

ગૃહ વિભાગના ઉપસચિવના નામથી પરિપત્રમાં જણાવાયું છે કે, વર્તમાન સમયની ટકાઉ વિકાસ (સંપોષિત વિકાસ) ની જરૂરીયાતને ધ્યાને લઇ, પર્યાવરણની જાળવણીના ભાગરૂપે દેશ તથા રાજયમાં પ્રવર્તી રહેલ પાણીની તંગીને નિવારવાના ભાગરૂપે, વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓમાં પાણીનો કરકસર અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાના હેતુસર નીચે જણાવેલ સૂચનાઓનો ચૂસ્તપણે અમલ કરવા અને કરાવવા આથી જણાવવામાં આવે છે.

(૧) કચેરી (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) માં ઉપયોગમાં લેવાતાં પાણીનો કરકસર અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો/કરાવડાવવો અને તે અંગે તમામ વ્યવસ્થા કરવી.

(ર) તમામ કચેરીઓ (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) માં વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા કરવી.

(૩) કચેરીઓમાં (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) પાણી પુરવઠો ઉપલબ્ધ થતો હોય. તેવા તમામ સ્થળો પરની પાણીના પાઇપ લાઇન, પાણીના સંગ્રહ માટેના પાત્રોના લીકેજ અંગેની ક્ષતિઓ દૂર કરવી તથા પાણી બચાવવા માટે પાઇપ લાઇન સમયસર બંધ કરવા વ્યવસ્થા ગોઠવવી.

(૪) કચેરીઓની (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) ઓવર હેડ ટાંકીઓ પાણી ભરતી વખતે પાણીની ટાંકી ઓવર ફલો ન થાય તે અંગે નિયમિત મોનીટરીંગ કરવું.

(પ) કચેરીઓના (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) ગાર્ડન, વૃક્ષ વનસ્પતિ તથા જેલ ખાતાની ઓપન જેલમાં કરવામાં આવતી ખેતીને ટપક સિંચાઇ તથા કુંવારા પદ્ધતિ અમલમાં લાવવી.

(૬) ગુજરાત પોલીસ આવાસ નિગમ લી. દ્વારા હવે પછી બાંધવામાં આવનાર સ્ટાફ કવાર્ટર તથા કચેરીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની ટેકનિકલ વ્યવસ્થા ગોઠવવી.

(૭) કચેરીની ગાડી ધોવા માટે પાણીનો થતો વ્ય અટકાવવા વ્યવસ્થા કરવી તથા ડ્રાઇવરોને પાણીની પાઇપ લાઇન સમયસર બંધ કરવા સૂચના આપવી/વ્યવસ્થા ગોઠવવી.

(૮) કચેરીઓમાં રજાના દિવસો પહેલા દરેક નળ ચેક કરી બંધ કરવા વ્યવસ્થા ગોઠવવી. જેથી રજાના સમય દરમ્યાન ચાલુ નળ મારફત વહી જતું પાણી અટકાવી શકાય.

(૯) કચેરીમાં પાછલા દિવસે વધેલું પાણી કચેરીના વૃક્ષ, વનસ્પતિ માટે વાપરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી.

(૧૦) પાણી માટે વધુ વરસાદ મેળવવા દરેક અધિકારી/કર્મચારીએ એક વૃક્ષ વાવવું અને તેનું જતન કરવાની વ્યવસ્થા ગોઠવવી.

(૧૧) પાણીના કરકસર પૂર્વકના ઉપયોગ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીનું યોગ્ય દ્વારા સન્માન કરવું.

(3:59 pm IST)
  • ‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST

  • મેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST