Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

GPSC દ્વારા ર૦૧૮ ના વર્ષ દરમ્યાન કુલ ર૬રપ જગ્યાઓ ઉપર ભરતી થશે

૧૧પ જેટલી વિવિધ પોસ્ટસ માટે વર્ગ-૧, ર અને ૩ ની જગ્યાઓ ભરવામાં આવશે : ડે.કલેકટર, ડી.વાય.એસ.પી, મામતલદાર, ટી.ડી.ઓ, નાયબ સેકશન ઓફીસર નાયબ મામલતદાર, સિવિલ એન્જીનીયર, આચાર્ય, લેકચરર્સ સહિતની જગ્યાઓ ઉપર નોકરી કરવાની તક : રેલ્વે, IBPS, SBI,UPSC વિગેરે દ્વારા પણ બમ્પર ભરતી થઇ રહી છે.

રાજકોટ તા.૧૩ : હાલના સમયમાં કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા વિવિધ જગ્યાએ તથા વિવિધ કેડરમાં અલગ-અલગ પોસ્ટસ ઉપર આજના યુવાધનને રોજગારરૂપી ખજાનો આપવાનો યજ્ઞ પૂરબહારમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા એપ્રિલ-ર૦૧૮ થી નવેમ્બર-ર૦૧૮ દરમ્યાન વર્ગ-૧,ર અને ૩ ની આશરે ૧૧પ જેટલી વિવિધ પોસ્ટસ માટે કુલ ર૬રપ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જુદી-જુદી જગ્યાઓ સીધી ભરતી/ સ્સપર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવા માટેનો વર્ષ ર૦૧૮ દરમ્યાનનો સુચિત કાર્યક્રમ આયોગની વેબસાઇટસ https://gpsc.gujarat.gov.in

 તથા https://gpsc-ojas.gujarat.gov.in

ઉપર જોઇ શકાય છે અથવા તો ભવિષ્યમાં સમયાંતરે જોઇ શકાશે.

આ ઉપરાંત ભરતી વિશેની તમામ માહિતી માટે આયોગના દ્દરૂitter handle@ gpsc_offial Þõ follow  કરવા અથવા તો આયોગની એન્ડ્રોઇડ પ્લેટફોર્મ આધારીત મોબાઇલ એપ્લીકેશન gpsc (official_ નો ઉપયોગ કરવા પણ ઉમેદવારોને જણાવાયું છે.

GPSC દ્વારા ર૦૧૮ ના વર્ષ દરમ્યાન એપ્રિલ મહિનામાં ૮ર જગ્યાઓ મે મહિનામાં ૪૩ જગ્યાઓ, જુનમાં ૪૪ જગ્યાઓ, જુલાઇમાં ૧પ૩ જગ્યાઓ, ઓગસ્ટમાં ૧પ૭ર જગ્યાઓ, સપ્ટેમ્બરમાં ૩રર જગ્યાઓ, ઓકટોબરમાંં ૬૪ તથા નવેમ્બર, ર૦૧૮માં ૩૪પ જગ્યાઓ વિવિધ કેડરમાં ભરવામાં આવશે. આ તમામ જગ્યાઓ માટેની જાહેરાત એપ્રિલથી નવેમ્બર, ર૦૧૮ દરમ્યાન દર મહિનાની ૧પમી તારીખે પ્રસિધ્ધ થવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે અનિવાર્ય સંજોગોમાં ફેરફાર થઇ શકે છે.

જે જગ્યાઓ માટે ભરતી થવાની છે તેમાં ડેપ્યુટી કલેકટર (GAS) ડી.વાય.એસ.પી., મામલતદાર, ટી.ડી.ઓ, નાયબ સેકશન ઓફીસર, નાયબ મામતદાર, સિવિલ એન્જીનીયર, આચાર્ય, સરકારી હોમિયોપેથી કોલેજમાં વિવિધ વિષયોના લેકચરર્સ તથા રીડર્સ, પેથોલોજી, પ્યુટર, ડેન્ટલ સંવર્ગ વિવિધ વિષયો, સંદર્ભેના પ્રાધ્યાપકો, મદદનીશ ઉદ્યોગ કમિશનર, મદદનીશ ચેરીટી કમિશનર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ, વિભાગમાં વહીવટી અધિકારી, ખેતી અધિકારી, બાગાયત અધિકારી, તબીબી અધિકારી, રાજય વેરા નિરીક્ષક, બાળ વિકાસ યોજના અધિકરી, આઇ. સી. ટી. ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનેર સહાયક મોટર વાહન નિરીક્ષક, ઇ.એન.ટી.સર્જન, રેડીયોલોજીસ્ટ માઇક્રોબાયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, હિન્દી પ્રતિવેદક, મેડીકલ ક્ષેત્રના વિધિવ સ્પેશ્યાલીસ્ટ, ગુજરાત સ્કીલ ટ્રેનિંગ સર્વિસીઝ માટેના આચાર્ય, ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર, સહાયક રાજય વેરા કમિશનર, નગરપાલિકા મુખ્ય અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી, વીમા તબીબી અધિકારી વિગેરે સહિત અસંખ્ય પોસ્ટસનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઇને પ્રાથમીક કસોટી ઓએમઆર આધારીતે કે 'કમ્પ્યુટરબેઝડ રીક્રુટમેન્ટ ટેસ્ટ' લેવામાં આવશે. પરીક્ષાના દિવસે કે ત્યારબાદના દિવસે દરેક ઉમેદવારની ઓએમઆર શીટ આયોગની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે તેવું જાહેરાતમાં જણાવાયું છે.

ઉપરાંત સીધી ભરતીના કિસ્સામાં આયોગ દ્વારા પ્રાથમીક કસોટી યોજાશે. ઉમેદવારોની આખરી પસંદગી પ્રાથમીક કસોટીમાં ૩૦૦ ગુણમાંથી જે  ગુણ મેળવેલ હશે તેના પ૦ ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના પ૦ ગુણભારના પ્રમાણસહ ગણથરી કરીને કરવામાં આવશે. એટલે કે બંનેનું વેઇટેજ પ૦-પ૦ ટકા રહેશે.  તેવું જાહેર કરવામાં આવ્યું છે.પ્રાથમીક કસોટીમાં ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા ર૦૦ ગુણના ર૦૦ પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.

 રેલ્વે રીક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ર૦૧૮ ના વર્ષ દરમ્યાન મહાભારત અભિયાન સંદર્ભે અંદાજે ૯૦ હજાર જેટલી ભરતીઓ વિવિધ કેડરમાં થનાર છે. હાલમાં પણ સ્ટેનો, મિનિસ્ટેટીયલ પોસ્ટસ, લોકો પાઇલોટ સહિતની ગ્રુપ-૭ની  હજારો જગ્યાઓ માટે રેલ્વે દ્વારા ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ૧૦ તથા ૧ર ધોરણ પાસ, ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો જગ્યા-કેડર પ્રમાણે જાહેરાત જોઇને અરજી કરી શકે છ.ે

www.indianrailway recruitment  2018 અથવા railway jobs-rrb recruitment વેબસાઇટ જોઇ શકાય છે. હાલમાં કુલ આશરે ૬ર૯૦૭ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

 ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (IBPS) દ્વારા તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા બેન્કોના વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.www.ibps.in તથા www,sbi recruitmeni 2018 વેબસાઇટ જોઇ શકાય છે. ભવિષ્યમાં આવનારી ભરતી માટે પણ આ વેબસાઇટસ સમયાંતરે જોતી રહેવી હિતાવહ છે. ગ્રેજયુએશન સહિતની શૈક્ષણીક લાયકાત ઇચ્છનીય હોઇ શકે છે.

 આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ટેટ-૧ (પ્રાથમીક શિક્ષણ), ટેટ-ર (ઉચ્ચ), સ્ટાફ નર્સ, મહિલા હેલ્થ વર્કર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર બિનસથીવાલય કારકુન, જુનિયર કલાર્ક, સિનીયર કલાર્ક, ગુજરાત હાઇકોર્ટ કલાર્ક, રેવન્યુ તલાટી વિગેરેની હજારો ભરતીઓ નજીકના ભવિષ્યમાં થવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે.

 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા પણ વર્ષ દરમ્યાન અલગ-અલગ વિભાગોમાં વિવિધ કેડટની ભરતીઓ ચાલતી જ રહે છે.ે હાલમાં પણ ઘણી બધી ભરતીઓ થઇ રહી છે. સમયાંતરે વેબસાઇટ જોતી રહેવી હિતાવહ છે.

www.upsc.nic.in.

 આટ આટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે. ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધાં રખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી રૂપી સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ રહ્યું છે. સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

(કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે)

(3:46 pm IST)
  • છત્તીસગઢની રમણસિંઘ ભાજપ સરકાર માટે રાહતના સમાચારઃ વીઆઈપીઓ માટે ઓગષ્ટા હેલીકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે રદબાતલ કરી છે : આ પીઆઈએલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન) દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘના પુત્રના વિદેશી બેન્ક ખાતાઓમાં ઠલવાયેલ નાણા સંદર્ભે તપાસની માંગણી થયેલ access_time 11:38 am IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST

  • ૨૦મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST