Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પ્રોફેસર ડો.ભાવિન સેદાણીને યંગ રિસર્ચરનો એવોર્ડ

રાજકોટઃ ઈન્ટીગ્રેટેડ ઈન્ટેલીજન્સ રિસર્ચ, (આઈ.એસ.ટી.ઈ. પ્રોફેસનલ સેન્ટર) અન્ના યુનિવર્સીટી- ચેન્નાઈ ખાતે રીપબ્લિક ડે અચીવર એવોર્ડ ૨૦૧૮ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં યંગ રિસર્ચર એવોર્ડ, રાજકોટના અને હાલ એલ.ડી.એન્જિનિરીંગ કોલેજના ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત ડો.ભાવિન એસ.સેદાણીને એનાયત કરવામાં આવ્યો હતો.

આઈ.આઈ.આર.-રીપબ્લિક ડે અચીવર એવોર્ડ ૨૦૧૮ માટે સમગ્ર ભારતમાંથી વિવિધ પ્રકારના વ્યકિતગત, ડિપાર્ટમેન્ટલ તથા ઈન્સ્ટિટ્યૂશનલ એવોર્ડના નોમિનેશન માટે અરજીઓ લેવામાં આવી હતી. એજ્યુકેશન અને રિચર્સ ફિલ્ડમાં બેસ્ટ પ્રેકટીસ અને કન્ટ્રીબ્યુશન પ્રમાણે, દરેક એવોર્ડ માટે આવેલી અરજીઓમાંથી સિલેકશન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રોફેસર ડો.ભાવિન સેદાણી (મો.૯૯૨૫૦ ૪૧૪૧૮)ના વિવિધ ઈન્ટરનેશનલ તથા નેશનલ કોન્ફરન્સમાં બેસ્ટ પેપર પ્રેઝનટેશન એવોર્ડ્સ, જી.ટી.યુ.ઈનોવેશન અવોર્ડ, પેટન્ટ પબ્લિશ એન્ડ પેટન્ટ ફાઈલ્ડ, યુ.જી.સી. માન્ય ઈન્ટરેશનલ જરનલમાં પબ્લિકેશનસ, આઈ.ઈ.ઈ.ઈ.માં પબ્લિકેશનસ, રિચર્સ ગ્રાન્ટ, પ્રોજેકટ ગાઈડન્સ, વિવિધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ તથા નેશનલ ઈવેન્ટનું આયોજન, ઈન્સ્ટિટ્યૂશન ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (આઈ.ઈ.ટી.ઈ) દ્વારા બહુમાન વગેરેને ધ્યાનમાં રાખી એવોર્ડ આપવામાં આવેલ.(૩૦.૧૧)

 

(3:44 pm IST)