Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પાલનપુરઃ ટ્રક પાર્કિંગમાં ઘૂસી જતા ૬ના ઘટના સ્થળે જ મોતઃ ૨ કાર - ૨ રીક્ષા - બાઇકોનો કચ્ચરઘાણ

મરણચીસો અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીનઃ ચાલકની ધરપકડ

અમદાવાદ તા. ૧૩ : પાલનપુરમાં આરટીઓ ચાર રસ્તા પર ગતરાત્રે ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જઈ સીધો સવેરા હોટેલના પાર્કિંગમાં ઘૂસી જતા પાર્ક કરેલી ૨ કાર ૨ રિક્ષાઓ અને કેટલાક બાઇકોનો ખુદડો બોલાવી ૧૨ ને કચડી નાખ્યા હતા. જેમાં ૬ જણાના મોત નિપજયા હતા જયારે ૬ જણને ઇજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા.ઉશ્કેરાયેલા લોકોએ ટેન્કર ચાલક રોષ ઉતારી માર મારી પોલીસને સોંપ્યો હતો.રાત્રે ઘાયલોની મરણચીસો અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

પાલનપુર આબુ હાઇવે પાસે આવેલી સવેરા હોટેલ પાસે રાત્રે ૮ વાગે ઓઇલ ભરેલું જીજે ૧૨ એવાય ૦૩૫૮ ટેન્કર રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું દરમ્યાન ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જતા સીધો જ હોટેલ સવેરાના પાર્કિંગમાં ધસી ગયો હતો જયાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માત એટલો જોરદાર હતોકે ઘટના સ્થળે જ વાહનોમાં બેઠેલા અને વાહનોની નજીક ઉભેલા ૧૨ જણા કચડાઈ ગયા હતા. જેમાં ઘટના સ્થળેજ છ ના મોત નિપજયા હતા.

અકસ્માતની દર્દનાક ઘટનાના પગલે લોકોએ અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકને ઝડપી માર મારી પોલીસને સોંપી દીધો હતો.બચાવ કામગીરી માટે પાલનપુર ઉપરાંત છાપી અને ચિત્રાસણી ની ૧૦૮દ્ગક ટીમને ઘટના સ્થળે ત્વરિત બોલાવી તમામને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.રાત્રે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા હતા અને સેવાકીય લોકો રાહત અને બચાવ કામગીરી માં જોડાયા હતા.

(12:50 pm IST)