Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મહેસાણામાં રિક્ષાચાલકોની હડતાળથી મુસાફરોને હાલાકી

ટ્રાફિક પોલીસ અને રીક્ષા એસો,આમને સામને;અંગત મામલાને હડતાલનું સ્વરૂપ અપાયું ?

 

મહેસાણામાં રીક્ષા એસો,દ્વારા હડતાલ પાડવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ટ્રાફિક પોલીસ પરેશાન કરતી હોવાના આક્ષેપો સાથે રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતાં.જોકે ટ્રાફિક પોલીસ શાખા રીક્ષા ચાલકોની હડતાલ પાછળ બીજું કારણ દર્શાવ્યું હતું

   સ્થાનિક PSI રીક્ષા એસોશિએશનના પ્રમુખ પર સીધો આક્ષેપ કર્યો હતો કે,પ્રમુખના પુત્રને મોટરસાઈકલ પર ત્રણ સવારીમાં પકડતા અને તેની પાસે કોઈ કાગળો પણ નહિ હોવાથી મેમો ફાડતા અંગત મામલાને હડતાલનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.તેમની વાત તદ્દન ગેરવ્યાજબી છે. જેનાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.

(9:11 am IST)