Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

વડોદરા : એમ.એસ. યુનિ. માં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ :કેમ્પસ ઢોલ-નગારાના તાલે ગુંજ્યું

વડોદરા : એમ.એસ. યુનિ. માં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ :કેમ્પસ ઢોલ-નગારાના તાલે ગુંજ્યું

 

વડોદરા:અહીંની એમ,એસ,યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલનો વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે યુનિવર્સિટીનું કેમ્પસ ઢોલ અને નગારાના તાલે ગુંજી ઉઠયુ હતું.વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે ગુજરાતની ઓળખ સમાન ગરબા રમીને યુથ ફેસ્ટીવલનો પ્રારંભ કર્યો હતો.

   આજથી શરૂ થયેલ મહોત્મવમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે સાથે ટ્રી-પ્લાન્ટેશન કરીને લોકો સુધી એક મેસેજ પહોચેં તેવુ આયોજન કર્યું છે આજથી 19 તારીખ સુધી ચાલનારા ફેસ્ટિવલમાં રોજ વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાશે.

     સંસ્કારી નગરી વડોદરા ખાતે શરૂ થયેલ યુવક મહોત્સવને લઇ યુવાનોમાં જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે.આગામી 19 તારીખ સુધી ચાલનાર યુવક મહોત્સવમાં વિવિધ કૃતિઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવનાર છે

(9:10 am IST)
  • મેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST