News of Tuesday, 13th February 2018

ભરૂચમાં અહેમદભાઇ પટેલની ગ્રાન્ટમાંથી પેવર રસ્‍તાના કામનો પ્રારંભ

ભરૂચઃ સાંસદ અહેમદભાઇ પટેલની ગ્રાન્‍ટમાંથી કોમન પ્લોટમાં પેવર કામનો પ્રારંભ કરાયો છે. સાંસદ અહેમદભાઈ પટેલ ભરૂચ જીલ્લાના વિકાસ અંગે સતત કાર્ય કરતા રહે છે. તાજેતરમાં નારાયણ નગર૪ માં કોમન પ્લોટમાં સાંસદ અહેમદભાઈ પટેલની ગ્રાંટમાંથી રૂપિયા ૨ લાખ ફાળવી પેવર બ્લોક નાખવામાં આવ્યા. આમ કરવાથી નારાયણ નગર૪ નાં કોમન પ્લોટની ગંદકી ની સમસ્યાનો ઉકેલ આવેલ છે. લોકાર્પણ કાર્યક્રમ ભરૂચ નગરના કોંગ્રેસના પ્રમુખ બળવંતસિંહે સાંસદ અહેમદભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને કાઉન્સીલર સલીમભાઈ અમદાવાદી, શહેર કોંગ્રેસ નાં ઉપપ્રમુખ દિનેશભાઈ અડવાણી, સુરેશ ભાઈ બરવર, લુખમાનભાઈ પટેલ, ઇન્દ્રસિંહ પરમાર, જુબેરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક રહીશોએ તેમની સમસ્યાનો ઉકેલ આવતા આનંદની લાગણી વ્યકત કરી હતી.

(7:21 pm IST)
  • મેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST

  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST