Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ભારે કરીઃ અમદાવાદમાં પ્રેમી સાથે હોટલમાં રંગરેલીયા કરતી પત્નિને પતિઅે રંગેહાથ ઝડપી પોલીસ બોલાવીઃ પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધાયો

અમદાવાદઃ અહીંની હોટલમાં પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પત્નિને પતિઅે રંગેહાથ ઝડપી લઇ સ્થળ પર પોલીસ બોલાવતા આ કિસ્સાઅે જબરી ચકચાર મચાવી છે.

ગઇકાલે રાતે નવરંગપુરા પોલીસ કંટ્રોલ રુમમાં ફોન આવ્યો કે, ‘મીઠાખળીમાં મેડીસર્જ હોસ્પિટલ પાસે લેમન ટ્રી હોટલમાં મારી પત્નીને મેં એક વ્યક્તિ સાથે પકડી છે તો પોલીસ મોકલશો.’ આ મેસેજ પહોંચતાં જ નવરંગપુરા પોલીસની ટીમ દોડી ગઈ હતી. ત્યારે પોશ વિસ્તારની લેમન ટ્રી હોટલના રૂમ નંબર 809માંથી પત્ની અને તેના પ્રેમીને ઝડપીને પોલીસ સ્ટેશન લવાયા હતા.

આ ચકચાર મચાવતા કિસ્સાની વિગત મુજબ શહેરના પોશ વિસ્તાર નારણપુરામાં રહેતા તિમિરના લગ્ન છ વર્ષ પહેલાં શીલા(30) (પતિ-પત્નીના નામો બદલ્યાં છે) સાથે થયા હતા. દંપતિને એક પુત્ર છે. પતિ અને પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્યારે ખાનગી કંપનીના HR ડીપાર્ટમેન્ટમાં કામ કરતી શીલાએ શનિવારે સાંજે તિમિરને ફોન કરીને કહ્યું કે, ‘ઓફીસમાં કામ છે એટલે મોડું થશે.’

જોકે પહેલાથી જ પત્ની પર શંકા હોવાથી પતિ તિમિરે કેટલાક મિત્રો પાસેથી માહિતી મેળવી શીલાનો પીછો કર્યો હતો. જે બાદ પત્ની અને તેના પ્રેમીને રંગેહાથ પકડવાનું નક્કી કરી પત્નીનો પીછો કરી રહ્યો હતો. મધ્યરાત્રીએ તેની પત્ની અને પ્રેમી મીઠાખળીની એક હોટલમાં પહોંચ્યા હતા. તિમિર પણ પત્નીની પાછળ પાછળ હોટલ પહોંચ્યો હતો.

જ્યાં હોટલના રૂમ નંબર 809માંથી પત્ની તેના પ્રેમી સાથે મળી આવતા તેણે સ્થળ પર જ ઝઘડો શરુ કર્યો હતો. જો કે, બાદમાં પોલીસ બધાને પોલીસ સ્ટેશન પર લાવી હતી. જ્યાં શીલાનો પ્રેમી પ્રભાકર ઓમકાર વશિષ્ઠ(30) દારુના નશામાં હોવાથી તેની વિરુદ્ધ પોલીસે ગુનો નોધ્યો હતો.

જ્યારે પત્નીની વિનંતી બાદ પતિ તિમિરે પુત્રના ભવિષ્યનો વિચાર કરીને ઘર સંસાર બચાવવા માટે પત્ની વિરુદ્ધ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું.

(5:37 pm IST)
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST

  • મેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST