Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કાંદરોજ ગામની સિમમાંથી 40,000 ની સિંચાઈ પાઇપની ચોરી થતા ખેડૂતની ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામની સિમના એક ખેતરમાંથી ટપક સિંચાઈની પાઇપોની ચોરી થતા ખેતર માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

  પ્રાપ્ત માહિતી અનુસાર કાંદરોજ ગામના ખેડૂત ભુપેન્દ્રભાઈ મગનભાઈ પટેલની ફરિયાદ મુજબ તેંમનું કાંદરોજ ગામની સિમ માં આવેલ ખેતરે કૂવો બનાવ્યો હોય જ્યાં ટપક સિંચાઈ પદ્ધતિ માટે 20 બંડલ પાઇપો લાવી ખેતરના કુવા પાસે બનાવેલા રૂમ ઉપર મુકેલી હતી પરંતુ આ ૨૦ બંડલ પાઇપો જેની કી. રૂ.40,000ની કોઈ અજાણ્યા ચોર ચોરી કરી લઈ જતા ભુપેન્દ્રભાઈએ આ બાબતે આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરની તપાસ હાથ ધરી છે.

(12:05 am IST)