Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વિરમગામના વીરપુર વીડ પાંજરાપોળ ખાતે ગાયોને સુખડી ખવડાવવામાં આવી અને બાળકોને પતંગ વિતરણ કરાયું

લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સેવા કાર્ય કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ તાલુકાના વીરપુર વીડ પાંજરાપોળ ખાતે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે લીઓ ક્લબ ઓફ વિરમગામના યુવાનો દ્વારા ગાયોને સુખડી ખવડાવવામાં આવી હતી.  આ ઉપરાંત બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કરવામાં આવેલ સેવા કાર્યમાં લીઓ ક્લબ ઓફ વિરમગામના પ્રેસિડેન્ટ પુંડરીક વોરા, ગોકુલ પટેલ, આદિત્ય મચ્છર સહીતના લોકો જોડાયા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે મકરસંક્રાંતિના તહેવાર પર દાન પુણ્યનું અનોખું મહત્વ છે ત્યારે અનેક લોકો દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

(8:05 pm IST)