Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજપીપળા નજીકની મોવી ચોકડી પાસેથી 16 ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડતી રાજપીપળા પોલીસ

પીએસઆઇ કે.કે.પાઠક રાત્રી પેટ્રોલિંગમાં હતા એ સમયે એક ટ્રકને અટકાવી તપાસ કરતા અંદર ખીચોખીચ ભરેલી 16 ભેંસો મળી આવતા ઝડપી કાયદેસર કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર મૂંગા પશુઓની અવરજવર ઉપર પોલીસ બાઝ નજર રાખતી હોય છે જેમાં અગાઉ ઘણી વખત ટ્રક,ટેમ્પો માં ગાય,ભેંસ જેવા પશુઓને ખીચોખીચ ભરી વાહનોમાં લઇ જવાતા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે ત્યારે આજે વહેલી સવારે પણ આવી જ એક ટ્રક રાજપીપળા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
     પ્રાપ્ત માહિતી અનુસાર પીએસઆઇ કે.કે.પાઠક રાત્રી પેટ્રોલિંગ માં હતા તે સમયે મોવી ચોકડી પાસેથી પસાર થતી ટ્રક નં.GJ.24.V.1234 પર શંકા જતા પીએસઆઇ પાઠકે તેને અટકાવી તપાસ કરતા જેમાં ખીચોખીચ હાલતમાં 16 નંગ ભેંસો ભરેલી હોય એ બાબતે ટ્રકના ચાલાક અલ્તાફ ગુલ મહમ્મદ શેખ,જુબેર કલીમભાઈ દીવાન,બંને( રહે. સેલંબા ,તા. સાગબારા. જી.નર્મદા)  તેમજ હસનભાઈ અકબરભાઈ સિંધી(,રહે.વલાડ,તા.કરજણ જી.વડોદરા) ને ભેંસો બાબતે પૂછપરછ કરતા પાસ પરમીટ પણ ન હોય અને સંતોષકારક જવાબ ન આપતા પીએસઆઇ પાઠક અને તેમની ટીમે ટ્રક,ભેંસો સહિતનો કુલ રૂ.16,50,500ના મુદામાલ સાથે ત્રણેય વિરુદ્ધ પશુ ઘાતકી પણા ની કલમ સાથે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:58 pm IST)