Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમદાવાદ જિલ્લા પંચાયતને કોવીશીલ્ડના વેક્સિનના 8 હજાર ડોઝ ઉપલબ્ધ કરાવાયા

અમદાવાદ ગ્રામ્યમાં વેક્સિનના પ્રથમ તબક્કામાં 7078 હેલ્થ વર્કરને અપાશે

અમદાવાદ :  અમદાવાદ જિલ્લા પંચાયતની ટીમને કોવિશીલડ વેક્સિનના 8 હજાર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે પ્રથમ તબક્કા માટે તેમને સરકાર દ્વારા 800 વાયલ આપવામાં આવ્યા છે, જે 8000 ડોઝની ક્ષમતા ધરાવે છે. વેક્સિનને કોલ્ડ ચેઇનની ક્ષમતા ધરાવતા ILRમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં વેક્સિનના પ્રથમ તબક્કામાં 7078 હેલ્થ વર્કરને આપવામાં આવશે. જિલ્લા કક્ષાના વેક્સિન સ્ટોરમાં કોવિશિલ્ડને રાખવામાં આવી છે. એટલું જ નહીં સીટીટીવીથી પણ રૂમ પર નજર રાખવામાં આવી રહી છે. 16મી જાન્યુઆરીના રોજ કોવિશિલ્ડ લોન્ચિંગ માટે અમદાવાદ જિલ્લાના 5 શેસન સાઇટ ઓનલાઈન કો-વિન પોર્ટલ સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યા છે. કોવિડના રસીકરણ માટે અમદાવાદ ગ્રામ્યમાં 346 વેકસીનેટરને ખાસ તાલીમ આપવામાં આવી છે.

 

ગુજરાતમાં આવેલા કોરોના વેક્સીનના 2 લાખ 76 હજાર જથ્થામાંથી અમદાવાદને 1 લાખ 30 હજાર ડોઝનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં આ જથ્થો રાખવામાં આવશે. ગાંધીનગરમાં બીજા 96 હજાર ડોઝ રાખવામાં આવશે. 22 હજાર ડોઝ આવતીકાલે અથવા ગુરૂવારે ભાવનગર વિસ્તારમાં મોકલી આપવામાં આવશે. અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર વિસ્તાર તેમજ ભાવનગર વિસ્તારમાં કોરોના વેક્સીનનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે. Ahmedabad Corona Vaccine

આ અંગે વધુમાં ગુજરાતના નાયાબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક પત્રકાર પરિસદનું આયોજન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું છે કે, “વેક્સીન આવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો છે, વડાપ્રધાને અગમચેતીના ભાગરૂપે પહેલા લોકડાઉન કર્યુ, કરફ્યુ અને તે પછી અનલોક કર્યુ, હવે બધી રીતે પ્રજાને વેક્સીનથી સુરક્ષિત કરવા માટે સમગ્ર દેશમાં 30 કરોડ નાગરિકોને વેક્સીનેશન આપવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ડૉક્ટર, નર્સિગ સ્ટાફ, સફાઇ કામદારોને 16 તારીખથી વેક્સીનેશનની શરૂઆત થશે, જેના માટે પ્રથમ તબક્કાનો 2 લાખ 76 હજારનો જથ્થો પહોચાડવા બદલ ગુજરાત સરકાર તરફથી, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી તરફથી ગુજરાતની જનતા તરફથી વડાપ્રધાનનો આભાર માનું છું.”

(9:00 pm IST)