Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારા અંગે પરિપત્ર પ્રસિદ્ધ

તફાવતની રકમ ચૂકવવા અંગે હવે પછી હુકમ થશે

ગાંધીનગર તા.૧૩ : ગુજરાત રાજય સેવા (પગાર સુધારણા) નિયમો-ર૦૧૬ હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર છેલ્લે, સંદર્ભમાં તા.૩/૭/ર૦૧૯ ના સરકારી ઠરાવ અન્વયે રાજય સરકારના કર્મચારીઓને તા.૧/૧/ર૦૧૯ ની અસરથી ૧ર% ના દરે મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે રાજય સરકારના કર્મચારીઓ અને  પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન ૧ર% ના દરમાં તા.૧/૭/ર૦૧૯ ની અસરથી પ% નો વધારો કરે ૧૭% કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી પુખ્ત વિચારણાના અંતે નીચે દર્શાવ્યા મુજબના દરે મોંઘવારી ભથ્થુ મંજુર કરવાનું ઠરાવવામાં આવે છે કે ચુકવવા પાત્ર તા.૧/૭/ર૦૧૯ થી ચુકવવા પાત્ર મોંઘવારી ભથ્થાનો દર ૧૭ ટકા રહેશે.

નાણા વિભાગના તા.૧૬/૮/ર૦૧૬ ના ઠરાવની જોગવાઇ અનુસાર રાજય સરકારના નિર્ણય અનુસાર અન્ય હુકમો ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થા સિવાયના અન્ય તમામ ભથ્થાઓ સુધાર્યા પૂર્વેના એટલે કે છઠ્ઠા પગાર પંચ મુજબના પગાર માળામાં મળતા પગાર અને દર મુજબ મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થામાં પ૦ (પચાસ) પૈસા અને તેના કરતા વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને પ૦(પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણત્રીમાં લેવામાં આવશે નહી. તે આજે નાણા વિભાગે બહાર પાડેલ પરિપત્રમાં જણાવ્યું છે.

રાજય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા.૧/૭/ર૦૧૯ થી મળવા પાત્ર મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-ર૦ર૦ ના માસથી ચુકવવાનું રહેશે. રાજય સરકારના પેન્શનરોને તા.૧/૭/ર૦૧૯ થી મળવા પાત્ર હંગામી વધારાની રકમ ઉપર મુજબ ચુકવવાની રહેશે.

તા. ૧/૭/ર૦૧૯ થી તા.૩૧/૧ર/ર૦૧૯ દરમ્યાન તફાવતની રકમ ચુકવવા બાબતમાંં હવે પછીથી હુકમો કરવામાં  આવશે.

(3:42 pm IST)