Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ઉદ્ઘાટન પ્રસંગે મલ્હાર ઠાકરને મળવા ઉત્સુક્તા

મેક્સ ફેશન સ્ટોર અમદાવાદમાં

અમદાવાદ, તા.૧૨ : દેશના સૌથી મોટા ફેશન સ્ટોર એવા મેક્સ ફેશન સ્ટોરનો આજે અમદાવાદમાં શહેરના મીઠાખળી વિસ્તારમાં પ્રારંભ થયો હતો. જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકરના હસ્તે અમદાવાદના આ પાંચમા અને દેશના સૌથી મોટા મેક્સ ફેશન સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું ત્યારે એક તબક્કે તેને મળવા માટે ફેન્સ દ્વારા ભારે પડાપડી કરવામાં આવી હતી. મલ્હાર ઠાકરે ફેન્સને મળી તેઓની લાગણી સમજી હતી. આ પ્રસંગે મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે, મેક્સના આંતરરાષ્ટ્રીય સ્તરની ફેશન સ્ટાઇલ્સથી તે ખરેખર પ્રભાવિત થયો છે. સમગ્ર પરિવાર માટે એક જ પ્લેટફોર્મ પર તમને સંતોષજનક, લેટેસ્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરની ફેશનના વિકલ્પો ઉપલબ્ધ બનાવવા તે આવકારદાયક છે. આજના પ્રસંગે મેક્સ દ્વારા મલ્હાર ઠાકરના હસ્તે વુમન્સ કલબનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

              જે આજની મહિલાઓ-યુવતીઓને એકબીજાને સહયોગ અને પ્રેરણા પૂરી પાડવા માટે એક અદભુત મંચ બનશે. આ કલબ મેક્સના સ્ટોરમાં દર સપ્તાહે વર્કશોપનું આયોજન કરશે અને તા.૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસે મેક્સ સ્ટોર ખાતે મિસીસ અમદાવાદ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની મહિલાઓ-યુવતીઓને અનોખી તક પૂરી પાડશે. આ પ્રસંગે મેક્સ ફેશનના દેવેશ કુમારે જણાવ્યું હતું કે, આશરે ૧૬હજાર સ્કવેરી ફીટ વિસ્તારમાં ફેલાયેલો આ મેક્સ ફેશન સ્ટોર હવે સમગ્ર ભારત દેશમાં સૌથી મોટો અને મુખ્ય સ્ટોર બનવાનું ગૌરવ મેળવે છે.

             મેન્સવેર, વુમન્સવેર, કિડ્સવેર, ફુટવેર હોય કે એસેસરીઝ, આ સ્ટોરમાં બધુ નવીનતમ અને વસંતસગ્રહની ફેશન સામગ્રી હવે ેએક છત હેઠળ જ મળી શકશે. ત્રણ માળના આ મેક્સ ફેશન સ્ટોરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ફેશન, ડિઝાઇન્સ અને કલેકશન જોવા મળશે. અમદાવાદ શહેરના લોકોને હવે બિલકુલ વાજબી કિંમતે આકર્ષક અને પ્રભાવિત કરતાં ફેશનેબલ કપડાં અને વેરાઇટી પ્રાપ્ય બનશે. દેશના સૌથી મોટા મેક્સ ફેશન સ્ટોરના આજના ઉદ્ઘાટન દરમ્યાન મલ્હાર ઠાકરના ફેન્સ એવા યુવક-યુવતીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતી અને તેની ઝલક મેળવવા અને સેલ્ફી લેવા માટે ભારે પડાપડી કરી હતી.

(9:27 pm IST)