Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

અમદાવાદના બાવળામાં બે જૂથ વચ્ચે અથડામણ :કેટલાક લોકોએ કર્યું ફાયરિંગ :બે લોકોના મોત :પાંચથી વધુ ઘાયલ

જમીન મામલે બે જૂથ આમને સામને :પોલીસનો મોટો કાફલો પહોંચ્યા :મોટા માથાની સંડોવણીની ચર્ચા

અમદાવાદનાબાવળામાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી,બે જૂથ વચ્ચેની આ અથડામણમાં કેટલાક લોકોએ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ મળે છે

   જાણવા મળ્યા મુજબ જમીન બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા. જેમાંથી કેટલાક શખ્સોએ ફાયરિંગ પણ કર્યું હતું. અથડામણમાં બેનાં મોત થયા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


  ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તો ઘાયલોને સારવાર અર્થે ખસેડી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર મામલે મોટા માથાઓની સંડોવણી છે, એવામાં હાલ પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે

(12:16 am IST)