Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

પીએમ મોદીની મુલાકાત અને વાયબ્રન્ટ સમિટમાં કાળા રંગ સામે પોલીસ એલર્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ વેળાએ આદિવાસીઓએ કાળા ફુગ્ગા ઉડાડીને અનોખો વિરોધ કર્યો હતો :કાળારંગના કપડા કે વસ્તુ સાથેના લોકો પર રખાશે બાજનજર

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 17મીથી  બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે મોદીની આ મુલાકાત અને વાયબ્રન્ટ સમિટ દરમિયાન કાળા રંગ સામે પોલીસ એલર્ટ રહેશે

 સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ વેળાએ આદિવાસીઓ દ્વારા રાજપીપળા ખાતે કાળા ફુગ્ગા આકાશમાં ઉડાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો હવે જ્યારે પીએમ મોદી 17 તારીખે અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે પોલિસની નજર કાળા કપડાં પર ખાસ રહેશે.

   વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વખતે કાળા રંગ સામે પોલીસે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ બિઝનેસ ઈવેન્ટ દરમિયાન ગુજરાત પોલીસના કર્મીઓ કાળા રંગના કપડાં કે વસ્તુ સાથે આવેલા પ્રદર્શનકારીઓ પર ચાંપતી નજર રાખશે.

  અમદાવાદમાં નવી બની રહેલી વીએસ હોસ્પિટલના ખાનગીકરણને લઇને કોંગ્રેસ રોજે રોજ કાળા વાવટા સાથે વિરોધ કરી રહી છે અને આ હોસ્પિટલનું ઉદઘાટન પીએમ મોદી કરવાના છે ત્યારે શહેર પોલિસ પણ કાળા રંગને લઇને એલર્ટ પર છે.

એ સિવાય ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ  મોદી , રાજ્યના મુખ્યમંત્રીઓ,મોટા ઉદ્યોગપતિઓ અને અનેક દેશોમાંથી હાઈ-પ્રોફાઈલ ડેલિગેટ્સ હાજર રહેવાના છે.

આ બંને મોટા કાર્યક્રમોમાં પીએમનો વિરોધ થઇ શકે છે. પોલીસના મતે વિવિધ ગ્રુપના નાના-મોટા કુલ 28 વિરોધ પ્રદર્શનો થઈ શકે છે.પોલિસ આ કાર્યક્રમને લઈને પણ પોલીસ સતર્ક છે.

પોલિસ કાળા ટી-શર્ટ કે શર્ટ પહેરીને આવનારી દરેક શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખશે. આ ઉપરાંત કાળા હાથરૂમાલ, સ્કાર્ફ-સ્ટોલ કે એવી કોઈ પણ વસ્તુ જે સમિટના સ્થળે ફરકાવી શકાય તેના પર નજર રહેશે

(11:34 pm IST)