Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ઉત્તરાયણની સાથે સાથે.....

મોદી, રાહુલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પતંગોની ધૂમ

મોદી, રાહુલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પતંગની ધૂમ

આ વખતના ઊત્તરાયણમાં લઇ પતંગ-દોરીના બજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પંતગોનું ખાસ આકર્ષણ અને ધૂમ વેચાણ જોવા મળ્યું હતું. એક રીતે કહીએ તો, પતંગ બજારમાં પણ મોદી અને રાહુલ વચ્ચે રાજકીય પેચ જોવા મળ્યા હતા. મોદી અને રાહુલના પતંગના વેચાણમાં સારી એવી ઘરાકી વેપારીઓને થઇ હતી. આ વખતે પતંગ-દોરી બજારમાં અવનવી ટોપી અને મોઢા પર પહેરવાના અવનવા ચહેરા સહિતનો નવો કન્સેપ્ટ માર્કેટમાં જોવા મળ્યો હતો. તો પતંગ બજારમાં  સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાઓ, મેરા ભારત મહાન, વ્યસન મુક્તિ, ધુમ્રપાન છોડો સહિતના સામાજિક સંદેશા આપતાં પતંગો પણ વેચાતા જોવા મળ્યા હતા. જાગૃત નાગરિકોએ આવા સામાજિક સંદેશો ફેલાવતાં પતંગોની પણ સારી એવી ખરીદી કરી હતી.

ઉત્સાહના અતિરેકમાં નિર્દોષ પશુ-પક્ષીઓ ના પીંખાય

   એકબાજુ ઊતરાયણના તહેવારને લઇ પતંગરસિયાઓમાં જોરદાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તો બીજીબાજુ, રાજય સરકાર અને જીવદયા પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓના જીવને હાનિ ના પહોંચે અને કોઇ નિર્દોષ અબોલ જીવની હિંસા ના થાય તે પ્રકારે તહેવારની ઉજવણી કરવા કરૂણા અભિયાનથી માંડી જીવદયા અને રક્ષાના અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. સરકારના કરૂણા અભિયાનમાં પ્રણામ ગ્રુપ, સંવેદના ગ્રુપ, સંવેદના ફાઉન્ડેશન, ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન સહિત ૨૭૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઇ છે. ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચંદ્રેશ પટેલે પ્રજાજનોને નમ્ર અનુરોધ કર્યો છે કે, ઊતરાયણના તહેવાર દરમ્યાન પક્ષીઓ વહેલી સવારે અને સાંજના સમયે આકાશમાં વધુ વિહરતા હોય તો બે કલાક પતંગ ચગાવવામાં નિયંત્રણ રાખવા અને શકય હોય તો પતંગ ચગાવવાનું ટાળવા પણ અપીલ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષીઓ બચાવવાના ચાલી રહેલા અસરકારક અભિયાનને પગલે પશુ-પક્ષીઓની જાનહાનિમાં નોંધપાત્ર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને લઇને જ આ વખતે ઊતરાયણના તહેવાર પહેલા ખુલ્લા ગગનમાં પ્રમાણમાં ઓછા પતંગ જોવા મળી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ તો, ઊત્તરાયણ પૂર્ણ થઇ જાય પછી ઝાડ-થાંભલા કે અન્ય સ્થળોએ ભરાયેલી દોરી તોડી કાઢી નાંખવી અને તેનો નાગરિકોએ નિકાલ કરવો કારણ કે, તેમાં ફસાઇ જવાથી મહત્તમ પક્ષીઓ ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટે છે. તેથી આવી લટકેલી દોરીઓનો તાત્કાલિક નિકાલ કરવા જાહેર અપીલ છે.

 

 

(4:44 pm IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST