Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સુરતમાં ઉત્તરાયણ પર્વમાં તમામ ફલાય ઓવર ઉપર ટુ-વ્હીલર ચાલકોને પ્રવેશ પ્રતિબંધ

         સુરત :  ઉત્તરાયણ પર્વ નિમિતે તા. ૧૪ અને ૧પ ના રોજ  સુરત સિટીના તમામ ફલાયઓવર બ્રીજના બંને ટ્રેક ઉપર ટુ-વ્હીલર વાહન ચાલકોના પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વ સુરતમાં ઉત્સાહભેર મનાવાય છે. હજારોની સંખ્યામાં  પતંગો આકાશમાં ચગાવાય છે.અને કપાયેલા પતંગો અને દોરીઓ પણ ઠેર ઠેર પડતી જોવા મળે છે. પતંગની દોરીને લીધે વાહન ચાલકો અને  રાહદારીઓને ઇજાના બનાવો પણ બને છે.  ખાસ કરીને ફલાય ઓવર બ્રિજ ઉપર દ્વિચક્રીય વાહન ચાલકો માટે પતંગની દોરી જોખમ બની જાય છે.

         આવા વાહન ચાલકોને બ્રિજના નીચેના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ફલાય ઓવર બ્રિજ પર યેેનકેન રીતે દ્વિચક્રીય વાહન ચાલકો જશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

(12:02 pm IST)
  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST