Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સાયલાના પીએસઆઇ,હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

રાજકોટ આર આર સેલે ડગીયા ગામેથી 7,50 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હતો :બેફામ કટિંગ બાદ જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી

 

અમદાવાદ : સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડગીયા ગામેથી 7.5 લાખનો વિદેશી દારૂ પકડાયો હતો. દારૂ રાજકોટની આરઆર સેલે ઝડપી પાડ્યો હતો. જેથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનિંદર પવારે સુરેન્દ્રનગરમાં દારૂનું બેફામ કટીંગ થતું હોવાની હકિકત સામે આવ્યા બાદ સાયલા પીએસઆઇ સી.બી.રાંકજા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે.

 

(12:17 am IST)