Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં ધાબા પર બોગસ કોલસેન્ટર ઝડપાયું : બે આરોપીની ધરપકડ

અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી પ્રોસેસ સ્ક્રીપટના આધારે વિદેશમાં ફોન કરી ફાઇલ ચાર્જના નામે ડોલર ઉઘરાવતા હતા.

 

અમદાવાદ શહેર માંથી વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયુ છે પાનકોર નાકા વિસ્તારમાં ધાબા પર ચાલતું કોલસેન્ટર કારંજ પોલીસે ઝડપી પાડ્યું છે.અને  પોલીસે બે આરોપીની ધરપકડ કરી ત્રણ મોબાઈલ ફોન, લેપટોપ અને મેજીક જેક સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

  અંગેની વિગત મુજબ કારજ પોલીસને બાતમી મળી હતી કે પાનકોર નાકા પાસે આવેલી મનીષ ફાર્મા કેર નામની દુકાનના ધાબા પર બે વ્યક્તિ કોલસેન્ટર જેવું ચલાવે છે જેના આધારે પોલીસે દરોડો પાડી કારંજ જાન સાહેબની ગલીમાં રહેતા શહેજાદ પઠાણ અને કારંજની રાજધાની હોટલમાં રહેતાં પુરષોતમ સિંગની ધરપકડ કરી હતી.

  આરોપીની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી પેડે પ્રોસેસ સ્ક્રીપટના આધારે વિદેશમાં ફોન કરી જુદા જુદા ફાઇલ ચાર્જના નામે ડોલર ઉઘરાવતા હતા.

  નાગરિકો ડોલર ગૂગલ પ્લેમાં ડોલર જમા કરાવતા. આરોપીઓએ તેમાં જણાવેલ આંકડા પ્રમાણે પેમેન્ટની પ્રોસેસ કરાવતા હતાં. તેમજ મનીગ્રામ મારફતે પણ પૈસા મેળવી લેતાં હતા.

  બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી કોલસેન્ટર ચલાવતા હતા. લીડ અને પેમેન્ટ પ્રોસેસ કોણ કરી આપતું હતું તે બાબતે આરોપીઓએ કોઈ માહિતી પૂરી પાડતા પોલીસ રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરશે

(10:41 pm IST)