Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ગોધરા સર્કિટ હાઉસમાં PSIઅે નશામાં ધૂત બની યુવતી સાથે ગેરવર્તણૂંક કર્યાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

પંચમહાલ : ગોધરા સર્કિટ હાઉસમાં એક પીએસઆઈએ નશામાં ચૂર થઈને બિભત્સ બોલાચાલી કરી હતી. આ દારૂડિયા પીએસઆઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તે યુવતી સાથે ગેરવર્તણૂંક કરતો દેખાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા સર્કિટ હાઉસ ખાતે પીએસઆઈ વી.બી.વસાવાએ નશામાં ચૂર  થઈને બિભસ્ત બોલાચાલી કરી હતી. આ પીએસઆઈ નશામાં એટલા ચૂર હતા કે, તેમણે સર્કિટ હાઉસ ખાતે એક મહિલા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. પીએસઆઈએ મહિલા સાથે પણ ગાળાગાળી કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. પીએસઆઈ વી.બી.વસાવા હાલ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે અને ગોધરા સર્કિટ હાઉસમાં રહે છે.

ત્યારે પિયડક્ડ પીએસઆઈનો મામલો પોલીસના કાન સુધી પહોંચ્યો હતો. આ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે પીએસઆઇ સામે પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, પીએસઆઇ વી.બી.વસાવા અગાઉ પણ પ્રોહીબિશન અને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થયા હતા. ત્યારે હવે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પીને છાટકા કરતા પીએસઆઈ સામે કેવા પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું.

(5:20 pm IST)
  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST