Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ડીસા તાલુકાનાં ચંદાજી ગોળીયા ગામ પાસે લાખો રૂપિયાના ખર્ચે બનેલા પુલ ઉપર એક વર્ષ નથી થયુ ત્‍યા ગાબડુ પડતા તંત્ર સામે રોષ

ડીસાઃ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી લોકોને સુવિધારૂપ બને તે માટે હોય પરંતુ આવી કામગીરી નબળી થતા તંત્ર સામે ભારે રોષ છવાય જાય છે આવો જ બનાવ ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ પાસે બન્‍યો છે.

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા  ગામ પાસે હજુ એક વર્ષ પણ પુરૂ નથી થયુ ત્‍યાં નવનિર્મિત પુલમાં ગાબડુ પડતા વાહન વ્‍યવહારને ભારે અસર થઇ છે.

આ અંગે સરપંચે જણાવ્‍યુ કે પુલમા ગાબડુ પડવાથી દુધનુ ટેન્‍કર ચંદાજી ગોળીયા ગામમાં આવી શકતુ નથી. જેના કારણે દરરોજ હજારો લીટર દુધ બગડી જાય છે.

એક વર્ષની અંદર પુલમા ગાબડુ પડતા આ કામમા ગેરરીતી થયાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(8:52 pm IST)